Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

ગલવાન મામલે ભારતનો વિજય : વડાપ્રધાનની લદ્દાખ મુલાકાત સફળ

આખરે ડ્રેગનને ઝુકવું પડયું

ભારતે પ્રચંડ લશ્કરી તાકાતનું પ્રદર્શન કરતા ચીન ફફડયું : ગલવાન ઘાટીમાં ૨ કિમી પાછળ ગઇ ચીની સેના : તંબુ ઉપાડી નાખ્યા : વાહનો રિવર્સમાં લીધા : ૩ પોસ્ટ ખાલી કરી : સ્ટ્રકચર દુર કર્યા : સંઘર્ષવાળુ સ્થળ બન્યું બફર ઝોન

નવી દિલ્હી તા. ૬ : લડાખના ગલવાન ઘાટીમાં ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા પેઇચિગે ૧૫ જૂને જે સ્થળે બંને દેશોના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઇ હતી ત્યાંથી તેમના સૈનિકોને ૧.૫ કિ.મી. પાછળ હટાવી લીધા છે. આક્રમકતા અને તેવડ દેખાડીને જમીન પર કબ્જો કરવા માટે ચીને તનતોડ મહેનત કરી પરંતુ ભારતે આપેલા જડબાતોડ જવાબ અને દબાણના કારણે ચીન નીચી મુંડી કરીને પાછળ હટયું છે. બંને દેશોની સેનાઓ વચ્ચે લડાખમાં એલએસી પર અંદાજે બે મહીનાથી સતત તણાવની સ્થિતિ બનેલી છે. જોકે ૬ જૂને બંને સેનાઓ વચ્ચે પાછળ હટવાની સંમતિ બની હતી પરંતુ ચીન તેનું પાલન કરી રહ્યું ન હોતું.

ગલવાનથી ચીનના સૈનિકોની ગાડીઓ, બખ્તરબંધ ગાડીઓ પાછી જઇ રહી છે. ચીનના સૈનિકો પીએલએ પીપી ૧૪થી ટેન્ટ હટાવતા જોવા મળ્યા. ચીનના સૈનિકો ગલવાન, હોટસ્પ્રિંગ અને ગોગરામાં પાછા જતા જોવા મળ્યા. અત્રે જણાવવાનું કે બંને દેશો વચ્ચે તણાવ ઓછો કરવા માટે અનેક તબક્કાની કમાન્ડર સ્તરની બેઠકો થઇ ચૂકી છે.

પૂર્વી લદ્દાખના ગલવાન ઘાટી પર થોડા દિવસ પહેલા થયેલી હિંસક અથડામણ બાદ અંતમાં ભારત અને ચીનના સૈનિકો પાછા હટી ગયા છે. આ અંગે સૂત્રો એ જાણકારી આપી છે. સૂત્રો પાસેથી મળતી જાણકારી મુજબ બંને દેશોની સેનાએ હિંસક ઝડપવાળી જગ્યાએથી ૧.૫ કિલોમીટર પાછળ હટી ગઇ છે. આ સંભવતઃ ગલવાન ઘાટી સુધી સીમિત છે. હવે આ વિસ્તારને બફર ઝોન જાહેર કરી દેવામાં આવ્યો છે, જેના કારણે આગળ કોઇ હિંસક ઘટના ન બને.

ગલવાન ઘાટીમાં હિંસક ઝડપ બાદ બંને દેશોની સેનાઓ વચ્ચે સતત વાતચીત ચાલી રહી હતી. સૂત્રોને મળતી જાણકારી મુજબ ભારત અને ચીનના સૈનિકોએ રિલોકેશન પર સમજૂતિ જાહેર કરી છે, ત્યારબાદ બંને દેશની સેના જે જગ્યા પર હતી ત્યાંથી પાછળ ખસી ગઇ છે. આમ સેનાની પીછેહઠને આ પ્રક્રિયાને પહેલો પડાવ માનવામાં આવી રહ્યો છે.ઙ્ગ

સૂત્રોને જણાવ્યાં મુજબ ૬ જૂનના રોજ કોર કમાન્ડરની બેઠકમાં સહમતિ બની હતી. ત્યાર બાદ ઙ્ગ૩૦ જૂન કોર કમાંડરની ત્રીજા સ્તરની બેઠકમાં ડિસએંગજમેન્ટની પુષ્ટિ માટે ૭૨ કલાકનો વોચ પીરિયડ નક્કી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ હવે બંને સેનાઓની પીછેહઠની ખબર આવી રહી છે. જો કે હજુ સુધી ભારતીય સેના તરફથી આ અંગે સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.ઙ્ગ

ઉલ્લેખનીય છે કે ગલવાન ઘાટીમાં LAC પર ૧૫ જૂનના રોજ ચીનના સૈનિકોએ ભારતીય જવાનો પર હુમલો કર્યો હતો. જેમાં ભારતના ૨૦ જવાન શહીદ થઇ ગયા હતા. ચીન તરફથી પણ ૩૭થી વધારે સૈનિકો ઇજાગ્રસ્ત થયા હતા, પરંતુ ચીન દ્વારા સત્તાવાર રીતે પોતાના સૈનિકોની સંખ્યા બતાવી નહોતી.

(3:40 pm IST)