Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

ધો. ૧ થી ૮માં ૨ અને ધો. ૯ થી ૧૨ના ૪ વર્ગ ઓનલાઈન શિક્ષણની ભલામણ

કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં આપશે નવી ગાઈડ લાઈન

બેંગલુરૂ, તા. ૬ :. ચાલુ શૈક્ષણિક સત્ર ઉપર કોરોનાની અસરમાં માનવ સંશાધન વિકાસ મંત્રાલય (એચઆરડી) દ્વારા ટૂંક સમયમાં ઓનલાઈન શિક્ષણ સંબંધીત ગાઈડ લાઈન બહાર પાડશે. સ્ક્રીન ઉપર ઓછો સમય કાઢે અને બાળકોની માનસિક સ્થિતિમાં વિશેષ ધ્યાન રાખવામાં આવશે. કર્ણાટકમાં ઓનલાઈન શિક્ષણ માટે સમિતિ આજે રીપોર્ટ આપશે.

સૂત્રો જણાવે છે કે ઓનલાઈન શિક્ષણમાં કેજી માટે વધુમાં વધુ ૩૦ મીનીટ તેમજ ધો. ૧ થી ૮ સુધી ૩૦ થી ૪૫ મીનીટનો એમ બે પીરીયડો આવશે. જ્યારે ધો. ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે ૩૦ થી ૪૫ મીનીટનો ૪ પીરીયડ નક્કી થશે. દરેક પીરીયડમાં ૧૦ થી ૧૫ મીનીટનો બ્રેક અપાશે.

એચઆરડીએ તેની ગાઈડ લાઈનમાં શિક્ષકો અને શાળાઓને નિર્દેશ કરશે કે કોર્ષ પુરો કરવા પાછળ ભાગે નહીં.

(2:46 pm IST)