Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

સરકાર વેચશે સસ્તું સોનુ : સોવરેન ગોલ્ડ બોન્ડ યોજના શરૂ: પાંચ દિવસ સુધી રોકાણકારોને તક

સોનાની કિંમત 48,250 રહેશે : રોકાણકારોને 50 રૂપિયા પ્રતિ ગ્રામની વધુ છૂટ

નવી દિલ્હી : કોરોના મહામારીના સંકટ વચ્ચે કેન્દ્ર સરકાર એક વાર ફરીથી ગ્રાહકોને સસ્તુ સોનુ ખરીદવાની સુવર્ણ તક આપી રહી છે. આ સંકટ કાળમાં વિશેષજ્ઞોનુ માનવુ છે કે સોનામાં રોકાણ કરવુ સૌથી વધુ સુરક્ષિત રોકાણ છે. આટલા સસ્તા દરોમાં સોનુ ખરીદવાની આ કેન્દ્ર સરકારીની આ શ્રેષ્ઠ ઑફર છે. કેન્દ્ર સરકાર સસ્તુ સોનુ સૉવરન ગોલ્ડ બૉન્ડ યોજના હેઠળ વેચી રહી છે. તમે સૉવરેન ગોલ્ડ બૉન્ડ યોજના હેઠળ બજાર મૂલ્યથી ઘણા ઓછા ભાવમાં સોનુ ખરીદી શકો છે. સરકારની આ યોજના માત્ર પાંચ દિવસમાં ફરીથી એક વાર શરૂ કરવામાં આવી છે.

સૉવરેન ગોલ્ડ બૉન્ડ યોજના હેઠળ સરકાર સોનાની કિંમત 48,520 રૂપિયા હશે. આ રેટના હિસાબે 10 ગ્રામ સોનાની કિંમત 48,250 રૂપિયા હશે. આ પહેલા 8થી 12 જૂન વચ્ચે સબસ્ક્રિપ્શન માટે ખુલ્લા બૉન્ડની ઈશ્યુ પ્રાઈસ 4677 રૂપિયા પ્રતિ ગ્રામ હતી. ગોલ્ડ બૉન્ડની ખરીદી ઑનલાઈન રીતે કરવામાં આવે છે તો સરકાર આવા રોકાણકારોને 50 રૂપિયા પ્રતિ ગ્રામની વધુ છૂટ આપે છે. એટલે કે જો તમે આ યોજના હેઠળ ગોલ્ડ ઑનલાઈન ખરીદો છો, તો પ્રતિગ્રામ સોનાની ખરીદી પર એકસ્ટ્રા 50 રૂપિયાની છૂટ પણ મળશે. સૉવરેન ગોલ્ડ બૉન્ડ યોજના હેઠળ સોનુ ખરીદવા પર તમે આવકમાં પણ છૂટનો લાભ લઈ શકો છો.

(2:08 pm IST)