Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

જિનપિંગ પછી પૂતિને રશિયાનું બંધારણ બદલ્યુઃ ૮૩વર્ષના થાય ત્યાં સુધી રાજગાદી ભોગવશે

નવીદિલ્હીઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન છેલ્લા ૨૦ વર્ષથી રશિયામાં સત્તા પર છે. પુતિન સિવાય એવા જોસેફ સ્ટાલિન છે, જેમણે લાંબા સમય સુધી રશિયાની સત્તા સંભાળી હતી. સ્ટાલિન ત્રણ દાયકા સુધી રશિયામાં સત્ત્।ા પર રહ્યા.

બીજી તરફ, તાજેતરમાં રશિયામાં બંધારણીય સુધારા માટે લોકમત યોજવામાં આવ્યો હતો. એક અઠવાડિયા સુધી ચાલેલા મતદાનમાં, લોકોએ પુતિનને ૨૦૩૬ સુધી રાષ્ટ્રપતિ બનવાની મંજૂરી આપી. પુતિન ૨૦૨૪ સુધી રશિયાનું રાષ્ટ્રપતિ પદ સંભાળવાના હતા. પરંતુ હવે આ સુધારા બાદ, તેઓ ૮૩ વર્ષની વય સુધી રશિયાની સત્તા જાળવી રાખશે.

આજીવન સત્તા રાખવાનો માર્ગ

આ અગાઉ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પણ ૨૦૧૮માં બંધારણમાં સુધારો કર્યો હતો અને પોતાને આજીવન રાષ્ટ્રપતિ બનાવવાનો માર્ગ ચોખ્ખો કર્યો હતો. બીજી બાજુ, રશિયામાં ઘણા લોકોએ બંધારણીય સુધારા અંગે સવાલ ઉઠાવ્યા છે.

લોકોનું કહેવું છે કે, બંધારણ સુધારણા માત્ર એક દેખાવ હતો, તે એટલા માટે કરવામાં આવેલ કે પુતિન લોકોના પ્રશ્નોને ટાળી શકે. સુધારણા પહેલા જ તેની નકલો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી હતી.

૨૦૦૭ માં ટાઇમ મેગેઝિન પુતિનને 'પર્સન ઓફ ધ યર' તરીકે પસંદ કર્યા છે. આ ઉપરાંત, ફોર્બ્સે ૨૦૧૩ થી ૨૦૧૬ સુધી સતત ચાર વર્ષ સુધી પુતિનને વિશ્વના સૌથી શકિતશાળી નેતા તરીકે પસંદ કર્યા હતા.

પુતિન પર આંતરરાષ્ટ્રીય બિરાદરો માને છે કે રશિયાએ તેમના શાસન હેઠળ આર્થિક વિકાસ કર્યો છે, પરંતુ તેમણે માનવ અધિકાર, લોકશાહી અને પ્રેસની સ્વતંત્રતાની દ્રષ્ટિએ દેશને પાછળ છોડી દીધો.

જયારે પુટિને સત્તા સંભાળી ત્યારે તેણે તેને કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું. તેણે મીડિયા અને ઇન્ટરનેટને સજ્જડ  પ્રતિબંધીત કરવાનું શરૂ કર્યું.

દેશ ઉપરાંત આંતરરાષ્ટ્રીય મીડિયા પર રશીયામાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકયો હતો. માનવાધિકાર જૂથ અગોરા અનુસાર, ૨૦૧૮ માં રશિયાએ ૬.૫ મિલિયનથી વધુ વેબસાઇટ્સ પર પ્રતિબંધ મૂકયો હતો. ૨૦૧૩ મુજબ, પ્રેસ ફ્રીડમ ઇન્ડેકસમાં રશિયા ૧૪૮ મા ક્રમે હતું, જે હાલમાં ૧૪૯ મા ક્રમે છે.

પુતિનના દાદા સ્ટાલિન, વ્લાદિમીર લેનિન અને ગ્રિગોરી રાસપૂટિનના રસોઈયા હતા. પુતિન સ્ટાલિનના સમયના પુસ્તકાલયના અડધાથી વધુ પુસ્તકો ધરાવે છે. આ ઉપરાંત, તે સ્ટાલિનની લાલ ક્રેયોન કલરની શાહીથી લખેલી કેટલીક નોંધો રાખે છે. પુટિને જુડો અને રેસલિંગનો જોડાણ સામ્બો શીખ્યા છે. આ સિવાય જુડો અલગથી શીખવામાં આવે છે.

તેમણે માર્શલ આર્ટ્સમાં પણ નિપુણતા મેળવી છે. આઇસ હોકી એ રશિયન રાષ્ટ્રપતિની પ્રિય રમત છે. ઇતિહાસમાં પુટિને કયારેય કોઈને ઇમેઇલ નથી કર્યો. તેઓ ફોનનો ભાગ્યે જ ઉપયોગ કરે છે. વિમાનમાં હંમેશા પોતાની સાથે બાઇબલ રાખે છે.

૧૯૯૯માં, તત્કાલીન રશિયન રાષ્ટ્રપતિ બોરિસ યેલ્સ્તિીને તેમના પદ પરથી રાજીનામું આપી દીધું અને પુતિનને કાર્યકારી પ્રમુખ બનાવ્યા. આ પહેલા પુતિન રશિયાની જાસૂસી એજન્સી કેજીબીમાં લેફ્ટનન્ટ જનરલ હતા. તેમની રાજકીય સફરની શરૂઆત ૧૯૯૧માં લો સ્કૂલના તેમના માર્ગદર્શક એન્ટોલી સોબચક સાથે થઈ, તે લેનિનગ્રાર્ડ મેયરની ચૂંટણીના સલાહકાર બન્યા.

(1:00 pm IST)