Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

કાનપુર શુટઆઉટઃ વિકાસે શહિદ ડીએસપીના પગ કુહાડીથી કાપી નાખેલઃ પોલીસ કાર્યવાહીની અગાઉથી જ જાણ હતી

કાનુપર તા.૬ : શુટઆઉટમાં ધરપકડ કરાયેલ માસ્ટર માઇન્ડ વિકાસ દુબેના સહયોગી દયાશંકર અગ્નિહોત્રીએ મોટા ખુલાસા કર્યા છે. દયાશંકરે પોલીસ પુછપરછમાં સ્વીકારેલ કે વિકાસને પોલીસ કાર્યવાહીની પહેલાથી જ ખબર પડી ગઇ હતી એટલે જ તેણે પોતાના રપ થી૩૦ માણસોને હથીયાર સાથે પોતાના ગામ બોલાવી લીધેલ વિકાસ ખુદ પોલીસ ઉપર ફાયરીંગ કરતો હતો.

વિકાસે પોતાના માણસ પાસેથી ખબર મળતા જ ફોનમાં ખીજાઇને કહેલ કે, આવવા દો  બધાને કફનમાં અહીથી પાછા મોકલીશ તેણે શહીદ થયેલ ડીએસપીનો કુહાડીથી પગ કાપી નાખેલ.

પોલીસે વિકાસની તલાશ માટે ૬૦ ટીમ બનાવી છે૧પ૦૦ અધિકારીઓના નેતૃત્વમાં ટીમો વિકાસને નેપાળ બોર્ડર, બિહાર બોર્ડર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન બોર્ડરે ગોતી રહી છે ર૦૦ શંકાસ્પદોની ધરપકડ કરાઇ છે વિકાસનું લખનૌ સ્થિત ઘર તોડી પાડવા અંગેપણ નિર્ણય લેવાશે. તેણે પોતાની પત્ની સહીત અનેક સગાઓના નામે જમીનો ખરીદી છે.

યુપી પોલીસ વિકાસની ક્રાઇમ કુંડળી જોઇ માથે રખાયેલ ઇનામોની રકમ પ૦ હજારમાંથી ૧ લાખ કરી દેવાઇ છે.

(12:58 pm IST)