Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

સુશાંતસિંઘને અનોખી ટ્રિબ્યુટ : ચાહકે સુશાંતના નામે સૌરમંડળમાં 'તારો ' રજીસ્ટર્ડ કરાવ્યો

મુંબઈ: બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં મૃત્યુ થયાને 21 દિવસ વીતી ગયા છે, પરંતુ અત્યારે પણ કોઈ તેમને ભૂલી શક્યુ નથી. સુશાંતના ફેન્સ તેમને જુદી-જુદી રીતે ટ્રીબ્યૂટ આપી રહ્યા છે. સુશાંતના એક ફેને તેમને અનોખી રીતે ટ્રીબ્યૂટ આપ્યું છે. સુશાંતના એક ફેને તેમના નામે એક તારો ખરીદી લીધો છે.

હકીકતમાં સુશાંત સિંહ રાજપૂતને સ્પેસ, ગેલેક્સી અને ચાંદ તારાઓનો ખૂબ શોખ હતો. એટલી હદે કે, તેમણે ચાંદ પર જમીન પણ ખરીદી લીધી હતી. જેને તે ટેલિસ્કોપ દ્વારા જોયા કરતો હતો. પોતાની જમીનને જોવા માટે સુશાંતે 55 લાખ રૂપિયાનો ટેલિસ્કોપ પણ લીધો હતો. જે તેમના ઘરના લિવિંગ રૂમમાં રાખવામાં આવ્યો હતો. હવે સુશાંતના એક ફેને પણ ટ્વીટ કરીને જણકારી આપી કે, તેણે સુશાંતના નામનો એક તારો રજિસ્ટર કરાવ્યો છે.

સુશાંતના આ ફેનેનું ટ્વિટર એકાઉન્ટ રક્ષાના નામે છે. તેમના અકાઉન્ટ મુજબ રક્ષા અમેરિકા રહેવાસી છે. તેણે પોતાના ટ્વીટ સાથે એક સર્ટિફિકેટ પણ શેર કર્યું છે. ટ્વિટ કરતા તેમણે લખ્યું કે, સુશાંત હંમેશા તારાઓના શોખીન રહ્યા છે અને તેથી મને તેમના નામ પર એક તારો રાખવાનો યોગ્ય લાગ્યો. તમે હંમેશાં આમ જ ચમકતા રહો.

(12:00 pm IST)