Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

વિશ્વ હિન્દુ પરિષદે આપ્યા સંકેતો

રામમંદિરનું નિર્માણ હવે ઓકટોબરમાં થશે

લખનૌ તા. ૬ : અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિરનું બહુપ્રતિક્ષિત નિર્માણ હવે ઓકટોબરમાં શરૂ થશે. ઙ્ગજો કે આસો, શ્રાવણ અને ભાદરવો આ ત્રણ મહીનામાં હવે કોઇ સારા કાર્યો થઇ શકે નહી તેથી હવે ઓકટોબરમાં શરદીય નવરાત્રીમાં જ ભવ્ય રામમંદિરના નિર્માણ માટે શિલાન્યાસ પૂજનની તૈયારી કરવામાં આવી રહી છે. વિશ્વ હિન્દુ પરિષદના સૂત્રોએ આ સંકેત આપ્યા છે.

હાલમાં જ ૨૬ જૂને વિહિપની બેઠક અયોધ્યામાં મળી હતી. તેમાં આ મુદ્દા પર ચર્ચા - વિચારણા કરવાના આવી છે.

સંતોએ એક પત્ર લખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભગવાન રામના મંદિરનું શિલાન્યાસ કરવા માટે અયોધ્યા આવવા માટે અપીલ કરાઇ છે. જાણવા મળી રહ્યું છે કે ઓકટોબરમાં થનારા આ શિલાન્યાસ કાર્યક્રમને એક ભવ્ય આયોજન માટે મોટા પાયે તેની બ્રાંડિગ પણ કરવામાં આવી જશે.

સોહાવલ તહસીલના ધન્નીપુર ગામડામાં મસ્જિદ નિર્માણ માટે પાંચ એકર જમીન સુન્ની વકફ બોર્ડને ૭ માર્ચે આપવામાં આવી હતી. હવે રાજસ્વના અભિલેખોમાં આ જમીનની પ્રક્રિયા ચાલી રહી છે.

ઓકટોબરમાં જ શરૂ થશે મસ્જિદનું નિર્માણ

બીજી બાજુ સુન્ની વકફ બોર્ડ એ પણ નક્કી કર્યુ કે સુપ્રીમે આપેલી પાંચ એકર જમીન પર અયોધ્યામાં મસ્જિદ નિર્માણ પણ ઓકટોબરમાં જ થશે

 

(11:37 am IST)