Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

દ્વારકા-ગીરગઢડા-૧૧, વિસાવદર-૯, મેંદરડા-૮, કાલાવડ-જામજોધપુરમાં ૬ ઈંચઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં સાર્વત્રિક વરસાદ

મોરબી, ભાવનગર, કચ્છ, બોટાદ, સુરેન્દ્રનગર જીલ્લામાં વરસાદ સામાન્યઃ અન્યત્ર મહેરબાનઃ રાજકોટ જીલ્લામાં સરેરાશ ૪ ઈંચ :આજે સતત ત્રીજા દિવસે પણ મેઘમહેર યથાવતઃ વાવણી બાદ વરસાદથી સર્વત્ર ખુશાલી

રાજકોટ તા. ૬ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મેઘરાજા મેહરબાન થતા લોકોમાં ખુશાલી છવાઇ ગઇ છે. ગઇકાલે ખંભાળીયામાં સાડા અઢાર ઇંચ વરસાદ પડતા સર્વત્ર પાણી-પાણી થઇ ગયું હતું.

શનીવારથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં શરૂ થયેલ મેઘસવારી આજે સતત ત્રીજા દિવસે પણ યથાવત છે. ગઇકાલે રવિવારે સર્વત્ર મેઘરાજા વધુ મહેરબાન બન્યા હતા.

છેલ્લા ર૪ કલાકમાં દેવભૂમિ દ્વારકા જીલ્લામાં તથા ગીર સોમનાથ જીલ્લાના ગીરગઢડામાં ૧૧ ઇંચ વરસાદ વરસતા સર્વત્ર પાણી-પાણી થઇ ગયું હતું.

આ ઉપરાંત જુનાગઢ જીલ્લાના મેંદરડામાં ૮ ઇંચ, જામનગર જીલ્લાના કાલાવડ અને જામજોધપુરમાં ૬ ઇંચ વરસાદ તૂટી પડયો હતો.

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આખી રાત ધીમીધારે વરસાદ વરસ્યા બાદ સવારે પણ મેઘમહેર યથાવત છે.

વાવણી બાદ સર્વત્ર ધીમીધારે વરસાદ વરસતા પાકને ફાયદો થશે. આજે પણ સવારથી સર્વત્ર મેઘરાજા મહેરબાન થયા છે.

ભાવનગર

ભાવનગર : ગોહિલવાડ પથંકમાં વરસાદી માહોલ વચ્ચે ઝરમર ઝાપટાંથી લઇ ત્રણ ઇંચ વરસાદ પડયો છે ગઇકાલ બપોરે પછી મેઘરાજાએ પધરામણી કરી હતી. જીલ્લામાં ખાસ કરી મહુવા પથંકમાં મેઘો મહેરબાન થયો હોય તેમ ત્રણ ઇંચ વરસાદ પડયો  છે અને આજે સોમવારે સવારે પણ ધીમીધારે વરસાદ શરૂ છે.

આજે સોમવારે છ વાગે પુરા થતા છેલ્લા ર૪ કલાક દરમ્યાન જીલ્લાના ઉમરાળામાં ૧૧ મી.મી. ગારીયાધારમાં ૧૯ મી.મી. ઘોઘામાં ૩ મી.મી. જેસરમાં રપ પી.પી. તળાજામાં ૧૦ મી.મી. પાલીતાણામાં ૧ર મી.મી. ભાવનગરમાં ૧ મી.મી. મહુવામાં ૭પ મી.મી. વલ્લીભપુરમાં ૧ર મી.મી. અને સિહોરમાં ૧૬ મી.મી. વરસાદ નોંધાયો છે.

જયારે આજે સોમવારે સવારે ૬ થી ૮ બે કલાક દરમ્યાન ઉમરાળામાં ૧ મી.મી. ગારીયાધારમાં ૧૧ મી.મી. ઘોવાતા ૪ ૪ મી.મી. જેસરમાં ૩ મી.મી. તળાજામાં ૮ મી.મી. પાલીતાણામાં ર મી.મી. ભાવનગરમાં ૧ મી.મી. મહુવામાં ૭ મી.મી. વરસાદ નોંધાયો છે. હજુ પણ વરસાદી માહોલ હોય વધુ વરસાદની સંભાવના છે.

જામજોધપુર

જામજોધપુરઃ ગઇકાલ આખા દિવસ અને આખી રાત ધીમી ધારે ખેતીને ફાયદા કારક વરસાદ થતા ખેડુતોમાં આનંદની લાગાણી પ્રસરી છે કુલ ગઇકાલનો ૧૪૩ મી.મી.વરસાદ થવા પામ્યો છે.ઉમીયા સાગર કોટડાળાપીસી ડાઇમીણચાર વગેરે ડેમ છલકાતા ગયા છે ઉમીલા સાગર ડેમના પાટીયા ખોલવામાં આવ્યા છે.

ગોંડલ

 ગોંડલઃ છેલ્લા બે દિવસથી અસહ્ય બફારા અને ધાબડીયા વાતાવરણ વચ્ચે આજે સવારથી જ ધીમી ધારે વરસાદ વસરતા એક ઇંચ વરસાદ પડયો છે. જયારે પરબધામ, પરબવાવડી દેવકી ગાલોલ, જેતપુર વિરપુર પથંકમાં પણ ધીમી ધારે સરેરાસ મેઘ વર્ષા થતા ખેતી માટે ફાયદાકારક વરસાદને લઇને ખેડુતો ખુશ ખુશાલ બન્યા હતા.

જોડીયા

જોડીયા : જોડીયા પંથક પર મન મુકીને મેઘમહેર જોવા મળે. શેરી ગલ્લી ઉપરાંત મુખ્ય રસ્તાઓમાં પાણી વહેતા થયા હતા ઘણા ખેતરોમાં વરસાદી પાણી ભરાતા ખેત તલાવડી બન્યા વરસાદથી ખેડુત આલમમાં ખુશીઓ જોવા મળેલ ચોમાસા પૂર્વ કરેલ વાવણી છેલ્લા બે દિવસથી વરસાદ પાકને નવ જીવન મળેલ છે. હજી જોડિયા પંથક પર વરસાદી વાતાવરણ યથાવત છે.

છેલ્લા ર૪ કલાકમાં આજે સવારના ૮ વાગ્યા સુધીમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમા પડેલા વરસાદના આંકડા નીચે મુજબ છે.

દેવભૂમિ દ્વારકા

 

 

કલ્યાણપુર

૩પપ

મી.મી.

ખંભાળીયા

૪૯૦

મી.મી.

દ્વારકા

ર૭ર

મી.મી.

ભાણવડ

૧૭૭

મી.મી.

ગીર સોમનાથ

 

 

ઉના

૮૮

મી.મી.

કોડીનાર

૮૭

મી.મી.

ગીરગઢડા

ર૭ર

મી.મી.

તાલાલ

૧ર૯

મી.મી.

વેરાવળ

૧૧૭

મી.મી.

સુત્રાપાડા

૧૯૦

મી.મી.

જુનાગઢ

 

 

કેશોદ

૧૮૬

મી.મી.

જુનાગઢ

૧૧૮

મી.મી.

મેંદરડા

ર૦૦

મી.મી.

માંગરોળ

૯૭

મી.મી.

માણાવદર

૧૮૩

મી.મી.

માળીયાહાટીના

૮૪

મી.મી.

વંથલી

૧ર૮

મી.મી.

વિસાવદર

રર૧

મી.મી.

ભેંસાણ

૧ર૧

મી.મી.

જામનગર

 

 

કાલાવડ

૧૪પ

મી.મી.

જામજોપુર

૧૪પ

મી.મી.

જામનગર

પર

મી.મી.

જોડીયા

પ૦

મી.મી.

ધ્રોલ

૯પ

મી.મી.

લાલપુર

૯૬

મી.મી.

અમરેલી

 

 

અમરેલી

૭૧

મી.મી.

ખાંભા

૧રપ

મી.મી.

જાફરાબાદ

૧૦ર

મી.મી.

ધારી

૭૧

મી.મી.

બગસરા

૭૬

મી.મી.

બાબરા

૪૦

મી.મી.

રાજુલા

૬૩

મી.મી.

લાઠી

પ૯

મી.મી.

લીલીયા

પ૩

મી.મી.

વડીયા

૬૧

મી.મી.

સાવરકુંડલા

૭૮

મી.મી.

રાજકોટ

 

 

ઉપલેટા

૭૯

મી.મી.

કોટડાસાંગાણી

૬ર

મી.મી.

ગોંડલ

૬૩

મી.મી.

જેતપુર

૬પ

મી.મી.

જસદણ

૪૪

મી.મી.

જામકંડોરણા

૮૧

મી.મી.

ધોરાજી

૯૪

મી.મી.

પડધરી

૬૩

મી.મી.

રાજકોટ

૪૮

મી.મી.

લોધીકા

૧૦૦

મી.મી.

વિંછીયા

૪ર

મી.મી.

મોરબી

 

 

મોરબી

ર૬

મી.મી.

વાંકાનેર

૮ર

મી.મી.

હળવદ

મી.મી.

ટંકારા

૮૪

મી.મી.

માળીયામિંયાણા

૧૦

મી.મી.

ભાવનગર

 

 

ઉમરાળા

૧ર

મી.મી.

ગારીયાધાર

૩૦

મી.મી.

ઘોઘા

મી.મી.

જેશર

ર૮

મી.મી.

તળાજા

૧૮

 મી.મી.

પાલીતાણા

૧૪

મી.મી.

ભાવનગર

મી.મી.

મહુવા

૮ર

મી.મી.

વલ્લભીપુર

૧૧

મી.મી.

શિહોર

૧૬

મી.મી.

કચ્છ

 

 

અંજાર

રપ મી.મી.

 

અબડાસા

૧૬

મી.મી.

ગાંધીધામ

મી.મી.

નખત્રાણા

પ મી.મી.

 

ભચાઉ

૩પ

મી.મી.

મુંદ્રા

૬૭

મી.મી.

માંડવી

૬૭

મી.મી.

લખપત

ર૧

મી.મી.

ભુજ

૧૦

મી.મી.

રાપર

મી.મી.

બોટાદ

 

 

ગઢડા(સ્વામીના)

૬૯

મી.મી.

બરવાળા

૧૪

મી.મી.

બોટાદ

ર૬

મી.મી.

રાણપુર

રપ

મી.મી.

સુરેન્દ્રનગર

 

 

ચોટીલા

૪ર

મી.મી.

વઢવાણ

મી.મી.

ચુડા

પ૪

મી.મી.

પાટડી

મી.મી.

ધ્રાંગધ્રા

રપ

મી.મી.

થાનગઢ

૧૪

મી.મી.

લખતર

૪૩

મી.મી.

લીંબડી

મી.મી.

મુળી

ર૭

મી.મી.

સાયલા

પ૯

મી.મી.

(4:12 pm IST)