Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

ભારતને શિંગડા ભરાવવા જતાં ઝિનપીંગ ખુદ ફસાયાઃ ખુરશી છીનવાનો ડરઃ પડક ઢીલી પડી

'ભારત સે પંગા મહંગા પડ રહા હૈ ડ્રેગન કો' પગ પર જ કુહાડી લાગી

નવી દિલ્હી,તા.૬:અમેરિકા સાથે વેપાર યુદ્ઘ અને પછી કોરોનાનાં કારણે ચીનની આર્થિક સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. આવામાં તે પોતાની સૈન્ય તાકાત અથવા વ્યાપારી પકડની ધાક બતાવવાનાં પ્રયત્નો કરી રહ્યું છે. જો કે જાણકારોનું કહેવું છે કે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગની રાજદ્વારી અને વ્યૂહાત્મક પકડ નબળી થઈ રહી છે અને તેમને મોટો ઝાટકો લાગ્યો છે. ભારતની જવાબી કાર્યવાહીથી ચીનનાં સુપ્રીમ લીડર પર પ્રશ્ન ઉઠી રહ્યા છે.

એવો કોઈપણ સંકેત જોવા નથી મળી રહ્યો જેનાથી જાણવા મળે કે જિનપિંગનું કો મ્યુનિસ્ટ પાર્ટી પર પ્રભાવી નિયંત્રણ છે. આ વખતે ના ફકત ચીનની હાલત ખરાબ થઈ રહી છે, પરંતુ રાષ્ટ્રપતિનાં હાથથી પણ સ્થિતિ કાબૂ બહાર જતી જોવા મળી રહી છે. ૨૦૧૫-૧૬નાં સ્લોડાઉનમાં ચીની રાષ્ટ્રપતિની છબિ પર કોઈ પ્રભાવ નહોતો પડ્યો, પરંતુ આ સમય તેમના પર ભારે પડી રહ્યો છે. તે સમયે રાષ્ટ્રપતિએ વધારે મહેનત કર્યા વગર પોતાની શાખ બચાવી લીધી હતી. મંદીનો સામનો કરી રહેલા ચીનને આ વખતે પશ્યિમી દેશોનાં વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે જે પહેલા અનેક મુદ્દાઓમાં ચીનની સાથે રહેતા હતા.

કોરોનાનાં કારણે ચીનની છબિ ખરાબ થઈ ગઈ છે. ચીનનાં એલીટ લોકો અભ્યાસ માટે અથવા પર્યટન માટે પશ્યિમી દેશોનો પ્રવાસ કરતા હતા જેઓ હવે પોતાના જ દેશમાં રહેવા માટે મજબૂર છે. ચીનનાં મહત્વાકાંક્ષી પ્રોજેકટ બેલ્ટ એન્ડ ઇનિશિએટિવને પણ જોરદાર ધક્કો લાગ્યો છે. આ પ્રોજેકટનાં માધ્યમથી તે પોતાના રાજદ્વારી લક્ષ્યાંકોને મેળવવા ઇચ્છતુ હતુ. ચીન પર આરોપ છે કે તેણે ખતરનાક કોરોના વાયરસને છુપાવ્યો અને આખા વિશ્વમાં ફેલાવી દીધો. હવે દેશો બીઆરઆઈનાં મુદ્દે પણ લોનની રીશેડ્યૂલિંગની માંગ કરી રહ્યા છે.

અનેક કડવા અનુભવો છતા શી જિનપિંગ સંસ્કૃતિ ક્રાંતિનાં સમયથી જ કોમ્યુનિસ્ટ પાર્ટીનાં વફાદાર મનાતા રહ્યા છે અને તેમણે પોતાના પ્રયત્નોથી પાર્ટીને પુનઃજીવિત કરી છે. શીએ પોતાના દેશમાં ભ્રષ્ટાચારની વિરુદ્ઘ ક્રૂર અભિયાન ચલાવ્યું અને વિરોધીઓને સખ્ત સજા આપી. સ્પષ્ટ છે કે ચીન પોતાની તાકાતથી પાડોશીઓને ધમકાવવા ઇચ્છતુ હતુ, પરંતુ ભારતની જબરદસ્ત કાર્યવાહીની તેને આશા નહોતી. ચીન સમુદ્રમાં પણ દાદાગીરી કરી રહ્યું છે, પરંતુ જાપાન સહિત અનેક દેશોએ તેને કાયદાનાં પાલનની ચેતવણી આપી છે.

હોંગકોંગમાં લગાવવામાં આવેલા પ્રતિબંધોનાં કારણે પણ શી જિનપિંગે ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. એક નાના સમય માટે રાષ્ટ્રવાદનો મુદ્દો તેમને બચાવવામાં સફળ રહી શકે છે, પરંતુ લાંબા સમય માટે આ પણ કારગર નહી થાય. આ સમયે શી જિનપિંગ માટે પોતાની જનતાની નજરોમાં પાર્ટીનું વર્ચસ્વ બચાવી રાખવું મોટો પડકાર છે.

(11:05 am IST)