Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

મોટી પાનેલીમાં ૧૭ કલાકમાં સાડાબાર ઇંચ ઉપરવાસના બુટાવદર, માંડાસણ, બગધરામાં આઠ ઇંચ

વૃક્ષો ધરાશાયી, ખેતરો પાણીમાં ડૂબ્યા, બજારોમાં પાણી ભરાયા, ઠેર ઠેર પાણી પાણી : ડેમ ઓવરફલો થવામાં એક ફૂટ બાકી : સપાટી ૫૧ ફૂટ થઇ

મોટી પાનેલી તા. ૬ : ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામમાં રવિવારે બપોરે બે વાગ્યે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા સૌ પ્રથમ રાઉન્ડમાં બે કલાક માં જ સાડા ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો ત્યારબાદ બીજો રાઉન્ડ સાંજે સાડા છ વાગ્યા પછી ચાલુ થયો જે આ લખાય છે ત્યાં સુધી સોમવારે સવારે સાડા આઠ સુધીમાં કુલ સાડા બાર ઇંચ વરસાદ વરસી જતા બજારમાંઙ્ગ ઠેર ઠેર પાણી પાણી જોવા મળી રહ્યું છે કેટલી જગ્યાએ વૃક્ષ ધારાસાઈ થયાના અહેવાલ છે. ખેતરો પણ આખે આખા પાણીમાં ડૂબી ગયેલા છે.

ઉપરવાસના ગામો માંડાસણ, બુટાવદર, બગધરા, સાતવડી માં પણ અંદાજે સાત થી આઠ ઇંચ જેટલો વરસાદ પડતા પાનેલીના ફુલઝર ડેમમાં ભારે પાણી ની આવક થઇ છે ડેમમાં તેર ફૂટ પાણીની આવક થતા ઓવરફલો થવામાં એકફુટ બાકી છે. કુલ સપાટી ૫૧ ફૂટ થયેલ છેઙ્ગસાતવડી માંડાસણ ના ક્રોઝવે પાણીમાં ગરકાવ થઇ જતા ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અવિરત વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ થઇ ગયેલ છે મોલાત ઉપર કાચું સોનુ વરસ્યુ હોય ખેડૂતો એ લાપસીના આંધણ મુકયા છે. બજારોમાં ઠેર ઠેર પાણી પાણી જોવા મળે છે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

(10:59 am IST)