Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

ગુજરાત- સૌરાષ્ટ્ર- કચ્છમાં વરસાદી માહોલની સાથે... સાથે..

- મુંબઇ માટે આજે યેલો એલર્ટ જાહેરઃ મુંબઇમાં ગઇકાલે અનરાધાર વરસી ગયા બાદ આજે યલો એલર્ટ જાહેરઃ ટ્રાફીક ખોરવાય તેવી સંભાવના ગઇકાલે સવારે  ૮ાા થી ૧ાા-૨ સુધીમાં ૩ થી ૪ ઇંચ પડેલઃ હિન્દ માતા, ટીટી જંકશન, કિંગ સર્કલ, ધારાવી વિ. વિસ્તારમાં પાણી ખુબ ભરાયા

 

- વડોદરા, ગાંધીનગર, વલસાડ, રાજકોટ, પોરબંદર, દ્વારકા, સુરત, નવસારી, કચ્છ NDRFની ૭ ટીમો ભારે વરસાદના પગલે તૈનાત કરાઇ

 

- સુત્રાપાડા, ભાણાવદર,કેશોદમાં ૭-૭ ઇંચ વરસાદઃ  માણાવદરમાં પોણા આઠ ઇંચ વરસાદઃ કોડીનાર, મહુવામાં ૩-૩ ઇંચ, માળીયા, ચોર્યાસી, બગસરામાં ૩-૩ ઇંચ, વેરાવળ, લોધીકા, ગીરસોમનાથમાં ૩.૫ ઇંચ,  વલસાડ, કપરાડા, ધ્રોલ, માંગરોળમાં ૩.૫ ઇંચ, ધોરાજી, ખાંભામાં ૪-૪  ઇંચ, જલાલપોર, કાલાવડ, નવસારીમાં ૪-૪ ઇંચ, ચીખલી, તલાલા, વાપીમાં ૪-૪ ઇંચ વરસાદ, ટંકારામાં ૬- ઇંચ વરસાદ

 

- કુતિયાણા અને વિસાવદરમાં ૮-૮ ઇંચ

 

- ખંભાળીયામાં ૧૯ ઇંચ, કલ્યાણપુર ૧૪, દ્વારકામાં ૧૧ ઇંચ વરસાદ

 

- પોરબંદરના રાણાવાવમાં  ૧૧ ઇંચ વરસાદ

 

- રાજયના ૨૪ કલાકના વરસાદના આંકડા

 

- ૪૦ તાલુકામાં  ૨ થી ૪ ઇંચ સુધીનો વરસાદ

 

- જામજોધપુર, પારડી, જુનાગઢમાં ૪.૫ ઇંચ વરસાદ

 

- વંથલી અને ભેંસાણમાં ૫-૫ ઇંચ વરસાદ

 

રાજકોટમાં સવારે ૮ વાગ્યે મેઘરાજાએ વિરામ લીધા બાદ ૯ વાગ્યાથી ફરી ધોધમાર ચાલુ : આ લખાય છે ત્યારે સવારે ૧૦:૪૫ કલાકે ઝરમર વરસાદ ચાલુ છે

 

 

- રાજયના ૩૨ જીલ્લાના ૧૮૮ તાલુકાઓમાં અનરાધારઃ દક્ષિણ ગુજરાત પંથકમાં ૫ ઈંચ ખાબકયોઃ વાપી અને નવસારી ૪ ઈંચઃ સુરત શહેર ૨.૫ ઈંચઃ ઉત્તર ગુજરાત અને કચ્છમાં ૨.૫ ઈંચ

 

- સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર : ચુડા, સાયલામાં બે ઇંચઃ મૂળી તાલુકાના ઉમરડા ગામની સીમમાં વીજળી પડતા ખેડૂતનું મોત

 

- આગાહી વચ્ચે કચ્છમાં છૂટો છવાયો વરસાદઃ માંડવી મુન્દ્રામાં જોરદાર તો લખપત નખત્રાણામાં ઝાપટાઃ ભુજમાં ઝરમરઃ ભારે વરસાદની આગાહીને પગલે એનડીઆરએફની ટીમ રેડીઃ પણ પૂર્વ કચ્છ કોરૃં: કચ્છમાં બંદરો ઉપર કામકાજ ચાલુઃ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

 

(12:50 pm IST)