Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

દિલ્હીમાં ૧૦ હજાર બેડનું મોટું કોવિડ કેર સેન્ટર શરૂ

માત્ર ૧૧ દિવસમાં તૈયાર કરવામાં આવ્યું છે : વિશ્વનું સૌથી મોટુ ૧૦ હજારની બેડવાળું આ કોવિડ સેન્ટર માત્ર ૧૧ દિવસમાં જ તૈયાર કરવામાં આવ્યું છે

નવી દિલ્હી, તા. ૫ : રાજધાની દિલ્હીમાં વિશ્વનું સૌથી મોટું કોવિડ કેર સેન્ટર  શરૂ થઈ ગયું છે. ૧૦ હજારની બેડવાળું આ કોવિડ સેન્ટર માત્ર ૧૧ દિવસમાં તૈયાર કરવામાં આવ્યું છે.  દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલે રવિવારે અહીંના છત્તરપુરમાં રાધા સ્વામી બ્યાસમાં બનેલા સરદાર પટેલ કોવિડ કેર સેન્ટર એન્ડ હોસ્પિટલનું ઉદ્ઘઘાટન કર્યું હતું. ગૃહમત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને સીએમ કેજરીવાલે હોસ્પિટલની મુલાકાત લીધી હતી.  જે બાદ ન્ય્એ પણ સામે અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા. ડ્ઢઈર્ડ્ઢંના વડા જી સતીષ રેડ્ડી અને આઈટીબીપી ચીફ એસ.એસ દેસ્વાલ પણ હાજર રહ્યા હતા. રાધા સ્વામી સત્સંગની જમીન પર બનેલા આ ૧૦ હજાર બેડની ક્ષમતા ધરાવતી આ હોસ્પિટલનું નિર્માણ ડ્ઢઈર્ડ્ઢંએ ઉઁર્ંના ધારાધોરણો મુજબ રોકોર્ડ સમયમાં બનાવવામાં આવ્યું છે. ડ્ઢઈર્ડ્ઢંના અધિકારીઓના જણાવ્યા મુજબ અહીં ૧૦ હજારમાંથઈ ૨૫૦ બેડ આઈસીયુના છે. 

            સામાન્ય અને લક્ષણ વિનાના કોરોના દર્દીઓની સારવાર કરવામાં આવશે. આ કોવિડ કેર સેન્ટરના મેનેજમેન્ટ માટે દિલ્હી સરકાર વહીવટી સહાય ઉપલબ્ધ કરાવી રહી છે. જ્યારે ઈન્ડો-તિબેટ બોર્ડર પોલીસ (ITBP)ને નોડલ એજન્સી બનાવવામાં આવી છે. જે આ હોસ્પિટલનું મેનેજમેન્ટ કરશે. આ ઉપરાંત રાધાસ્વામી સત્સંગના સ્વયં સેવકો પણ આ કેન્દ્રમાં પોતાની સેવા પૂરી પાડશે. જ્યારે આ કોવિડ કેર સેન્ટર બનાવનારી સંસ્થા DEDંએ આ હોસ્પિટલના વોર્ડોનું નામ લદ્દાખની ગલવાન ઘાટીમાં ૧૫-જૂને હિંસક ઝડપમાં શહીદ થયેલા ભારતીય જવાનોના નામ પર રાખવામાં આવ્યા છે. જણાવી દઈએ કે, દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી ચે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૫૦૫ નવા કેસો સામે આવ્યા છે.

               જ્યારે આજ સમયગાળમાં વધુ ૫૫ દર્દીઓના મરણ નોંધાયા છે. આ સાથે જ દિલ્હીમાં કુલ કોરોના પોઝિટિવ કેસોનો આંકડો વધીને ૯૭,૨૦૦ પર પહોંચી ચૂક્યો છે. જ્યારે અત્યાર સુધી કુલ ૩૦૦૪ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે હાલ દિલ્હીમાં કોરોનાના દર્દીઓ માટે બેડની અછત નથી.  કુલ ૧૫ હજાર બેડ છે જેમા ૫૩૦૦ બેડમાં દર્દીઓ છે. તેમણે કહ્યું કે વર્તમાન સમયમાં ૧૦ હજાર બેડવાળી હોસ્પિટલની જરૂર હતી. જો દિલ્હીમાં દર્દીઓની સંખ્યા વધશે તો તે મુશ્કેલી નહીં પડે. દિલ્હીમાં લોકડાઉન હટાવ્યા પછી કેસ વધ્યા હતા, પરંતુ હવે સ્થિતિ નિયંત્રણમાં છે.

કોવિડ કેર સેન્ટરની વિશેષતા

*  આ કોવિડ કેર ૧૭૦૦ ફૂટ લાંબું અને ૭૦૦ ફૂટ પહોળુ છે.

*  જેમાં ૫૦ બેડની ક્ષમતા ધરાવતા ૨૦૦ જેટલી રૂમ જેવી વ્યવસ્થાછે.

*  આ હોસ્પિટલમાં ૪૦૦ ડૉક્ટર અને ૮૦૦ નર્સો ફરજ બજાવે છે

*  આ પ્રકારનું વિશ્વનું સૌથી મોટુ હોસ્પિટલ કહેવામાં આવી રહ્યું છે.

*  ઘરોમાં આઈસોલેશનમાં નથી રહી શકતા તેમને અહીં સારવાર અપાશે.

(12:00 am IST)