Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

રાજીનામુ આપવાના દબાણ વચ્ચે નેપાળના પ્રાઈમ મિનિસ્ટર ઓલી આર્મી ચિફને મળ્યા : સૈન્યની મદદથી સરકાર ચલાવશે ? : ખુદ સત્તાધારી પાર્ટીના સહાધ્યાક્ષ પ્રચંડનો આક્ષેપ

કાઠમંડુ : રાજીનામુ આપવાના દબાણ વચ્ચે નેપાળના પ્રાઈમ મિનિસ્ટર કે.પી.શર્મા ઓલી આર્મી ચિફ જનરલ પૂર્ણ ચંદ્ર થાપાને  મળ્યા હતા.જેના કારણે અનેક તર્ક વિતર્કો થઇ રહ્યા છે. ખુદ સત્તાધારી પાર્ટીના સહાઘ્યક્ષ પ્રચંડે કરેલા આક્ષેપ મુજબ તે  સૈન્યની મદદથી સરકાર ચલાવશે
સત્તા જાળવી રાખવા માટે તેઓ પાકિસ્તાન ,અફઘાનિસ્તાન,અને બાંગ્લાદેશ જેવા દેશોનું મોડેલ અપનાવી રહ્યા છે.તેવો પ્રચંડે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તેઓ તેમાં નહીં ફાવે 

 

(8:16 pm IST)