Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

છત્તીસગઢમાં સેના અને નક્સલી વચ્ચે અથડામણ, ત્રણ મહિલા સહીત ચાર નક્સલી ઠાર

ધમતરી જિલ્લાના ખલ્લારી અને મેચકા ગામના મધ્ય જંગલમાં અથડામણ

 

છત્તીસગઢના નકસલ પ્રભાવિત ધમતરીમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 3 મહિલા નકસલીઓ સહિત 4 નકસલીઓ ઠાર મરાયા છે.

 પોલીસે કહ્યું કે, અથડામણ આજે સવારે જિલ્લાના ખલ્લારી અને મેચકા ગામના મધ્ય જંગલમાં પોલીસ STFની સાથે થઈ હતી.

  ઘટનાની પૃષ્ટિ નકસલ ઓપરેશનની પોલીસ અધિક્ષક કેપી ચંદલે જણાવ્યું કે, એસટીએફ અને ડીઆરજીની ટીમે માદા ગિરીની પહાડોમાં નકસલીઓ હોવાની બાતમી મળી હતી. જે બાદ અહીં તપાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. સંયુક્ત ટીમોના જવાન જ્યારે જિલ્લાના નકસલ પ્રભાવિત મેચકાના માદાગિરી જંગલમાં પહોંચ્યા તો નકસલીઓએ તેમના પર ગોળીબાર શરૂ કરી દીધો હતો.

  અત્રે ઉલ્લેખનીય છે કે, અથડામણ લગભગ એક કલાક સુધી ચાલી હતી. અન્ય નકસલીઓ જંગલનો ફાયદો ઉઠાવીને ભાગી ગયા હતા. સુરક્ષા બળોનો દાવો છે કે, એક અન્ય નકસલીને ગોળી વાગી છે, જેને તેના સાથીઓ ઉઠાવીને પોતાની સાથે લઈ ગયા છે. ઘટનાસ્થળે નકસલ સામગ્રી અને હથિયાર જપ્ત કરાયા છે.

(1:02 am IST)