Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

જય શ્રીરામનો ઉપયોગ લોકોને પીટવા માટે થાય છેઃ નોબલ પારિતોષીક વિજેતા અમ્‍તર્ય સેને બંગાળની ઘટના ઉપર ટિપ્‍પણી કરી

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં જય શ્રીરામના નારાને  લઈને મચેલા ઘમાસાણ વચ્ચે નોબેલ પારિતોષિક વિજેતા અમર્ત્ય સેને ટિપ્પણી કરી છે. તેમણે શુક્રવારે કોલકાતામાં કહ્યું કે 'મેં અગાઉ ક્યારેય જય શ્રીરામનો નારો સાંભળ્યો નથી. હાલ તેનો ઉપયોગ લોકો સાથે મારપીટ કરવા માટે થઈ રહ્યો છે.' તેમણે વધુમાં કહ્યું કે 'મારું માનવું છે કે જય શ્રીરામના નારાને બંગાળી સંસ્કૃતિ સાથે કોઈ નાતો નથી. હાલના સમયમાં કોલાકાતામાં રામનવમીની ઉજવણી વધુ થાય છે. આ અંગે પહેલા ક્યારેય સાંભળ્યું નથી.'

કોલકાતામાં નોબેલ પારિતોષિક વિજેતા અમર્ત્ય સેને કહ્યું  કે મેં મારી ચાર વર્ષની પૌત્રીને પૂછ્યું કે તેને કયા ભગવાન ગમે છે? તો તેણે જવાબ આપ્યો માતા દુર્ગા. તેમણે કહ્યું કે માતા દુર્ગાના મહત્વની સરખામણી રામનવમી સાથે થઈ શકે નહીં.

અત્રે જણાવવાનું કે છેલ્લા કેટલાક સમયમાં પશ્ચિમ બંગાળમાં જય શ્રીરામના નારાને લઈને ભાજપ અને ટીએમસીના કાર્યકરોમાં ઘર્ષણ ચાલે છે. આ એક મોટી રાજકીય ચર્ચા બની ગયો છે. તેને લઈને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પણ અનેકવાર આલોચના થઈ ચૂકી છે.

(5:14 pm IST)