Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં ધોધમાર વરસાદથી જનજીવનને માઠીઅસર

યુપીના ઇટાવા જિલ્લામાં સડકો પર સરોવર સર્જાયા : બ્રિજમાં પાણી ઘુસતા ટ્રેનો ફસાઈ : એમપીના દમોહ ઉપરાંત ટીકમગઢમાં પણ ઠેર ઠેર પાણી ભરાયાં

ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં એકધારા પડી રહેલા ધોધમાર વરસાદના પગલે સામાન્ય જનજીવનને માઠીઅસર પહોંચી છે  ઉત્તર પ્રદેશના ઇટાવા જિલ્લામાં સડકો પર સરોવર સર્જાયા જેવી પરિસ્થિતિ જોવા મળતી હતી.

   મધ્ય પ્રદેશના દમોહ વિસ્તારમાં પણ લોકો જાનના જોખમે પૂરગ્રસ્ત સડકો પાર કરી રહ્યા હતા. ઉત્તર પ્રદેશના ઇટાવામાં ચારેબાજુ એટલું બધું પાણી ભરાયું છે રેલવે અન્ડરબ્રિજમાં પાણી હોવાથી કેટલીક ટ્રેનો ફસાઇ ગઇ હતી. જિલ્લા હૉસ્પિટલના કેમ્પસમાં પણ પાણી ભરાઇ ગયું હતું. પોલીસ સ્ટેશનમાં પણ પાણી ભરાયાં હતાં

. મધ્ય પ્રદેશના દમોહ ઉપરાંત ટીકમગઢમાં પણ ઠેર ઠેર પાણી ભરાયાં હતાં અને જનજીવનને ભારે પ્રતિકૂળ અસર થઇ હતી. નદી નાળાં છલકાયાં હતાં અને ગટરોનું પાણી બેક મારતાં કેટલાક વિસ્તારોમાં લોકોના ઘરોમાં અને દુકાનોમાં પાણી ભરાઇ ગયાં હતાં.

(1:03 pm IST)