Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

આતંકવાદી હુમલા રોકવા હવે ઇસ્લામિક દેશ ટ્યુનિશિયામાં નકાબ-બૂરખા પર પ્રતિબંધ જાહેર

આ પ્રતિબંધ કામચલાઉ રહેવો જોઇએ. કોણે કેવો પોષાક પહેર્યો છે એ સરકાર નક્કી કરી શકે નહીં:. ટ્યુનિશિયન લીગ નામી સંસ્થાએ કર્યો અનુરોધ

આફ્રિકાના ટ્યુનિશિયા દેશે મુસ્લિમ મહિલાઓ દ્વારા પહેરવામાં આવતા નકાબ અને બૂરખા પર તત્કાળ અમલમાં આવે એ રીતે પ્રતિબંધ જાહેર કર્યો હતો.

 ટ્યુનિશિયા ઇસ્લામી દેશ છે છતાં આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. સરકારી પ્રવક્તાએ કહ્યું હતું કે બૂરખા કે નકાબ પહેરીને આતંકવાદીઓ હુમલા કરતા હોવાથી આ નિર્ણય લેવાની સરકારને ફરજ પડી હતી. જૂન મહિનાની 27મી તાીખે થયેલા આતંકવાદી હુમલામાં બે વ્યક્તિનાં મરણ થયાં હતાં અને સાતને ઇજા થઇ હતી. આ હુમલાખોરો બૂરખો પહેરીને આવ્યા હતા. ટ્યુનિશિયાના વડા પ્રધાન યુસુફ ચાહેદની સહી સાથે આ હુકમ જાહેર કરવામાં આવ્યો હતો.

  જો કે પોતાને માનવ અધિકારોના રખેવાળ ગણાવતી ટ્યુનિશિયન લીગ નામી સંસ્થાએ સરકારને અનુરોધ કર્યો હતો કે આ પ્રતિબંધ કામચલાઉ રહેવો જોઇએ. કોણે કેવો પોષાક પહેર્યો છે એ સરકાર નક્કી કરી શકે નહીં.

  સરકારી આદેશમાં જણાવાયું હતું કે હવેથી દરેક સ્ત્રી પુરુષે પોતાનો ચહેરો ફરજિયાત રીતે ખુલ્લો રાખવો પડશે જેથી સિક્યોરિટી દળો વ્યક્તિને ઓળખી શકે. ટ્યુનિશિયામાં દોઢ કરોડની વસતિ છે જેમાં મોટા ભાગના મુસ્લિમો છે.

(12:28 pm IST)