Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

ડેમ તુટવા મુદ્દે NCPની માંગ

કરચલાઓ પર દાખલ થાય હત્યાનો કેસ

એનસીપી કાર્યકર્તાઓએ કોલ્હાપુરનાં શાહુપુરી પોલીસ સ્ટેશન પહોંચ્યા અને કરચલાઓ વિરુદ્ઘ આઇપીસી ૩૦૨ હેઠળ કેસ દાખલ કરવા જણાવ્યું

મુંબઇ, તા.૬: મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડણવીસ સરકારમાં મંત્રી તાનાજી સાવંતે રત્નાગિરીમાં તિવારે ડેમ તુટવા માટે કરચલાઓને જવાબદાર ઠેરવ્યા છે. તાનાજી સાવંતના આ નિવેદન અંગે નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના કાર્યકર્તાઓએ રાજય સરકારની વિરુદ્ઘ પ્રદર્શન કર્યું. એનસીપી કાર્યકર્તાઓએ કોલ્હાપુરમાં કરચલાઓ દેખાડીને સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ એનસીપી કાર્યકર્તા કોલ્હાપુરના શાહુપુરી પોલીસ સ્ટેશન પહોંચ્યા. એનસીપી કાર્યકર્તાઓએ કરચલાઓ વિરુદ્ઘ IPCની કલમ ૩૦૨ હેઠળ કેસ દાખલ કરવાની માંગ કરી. તાનાજી સાવંતનાંનિવેદન અંગે પોતાનો વિરોધ નોંધાવતા એનસીપી કાર્યકર્તાઓએ પોલીસને કરચલાઓ પર હત્યાનો કેસ દાખલ કરવાની માંગ કરી છે.

તાનાજી સાવંતે કહ્યું હતું કે, આ ડેમમાં મોટી સંખ્યામાં કરચલાઓ મળી આવે છે, જેમણે ડેમની દિવાલ છેદી દીધી. તેના કારણે પાણી લિકેજ થયું અને તેના કારણે જ બંધની દિવાલ તુટી ગઇ. અત્રે ઉલ્લેખનીય છે કે ૨-૩ જુલાઇની રાત્રે મહારાષ્ટ્રનાં રત્નાગિરી જિલ્લામાં આવેલ તિવારી ડેમ તુટી ગયો હતો. જેની ઝપટે ચડીને ૨૩ લોકો વહી ગયા હતા, જેમાં ૨૦દ્ગક લાશ મળી ચુકી છે, જયારે ૩ લોકો હજી પણ ગુમ હોવાની માહિતી મળી રહી છે.

ડેમ તુટવાની ઘટનાનો બચાવ કરતા તાનાજી સાવંતે દાવો કર્યો હતો કે ડેમમાં રહેલા કરચલાનું મોટુ પ્રમાણના કારણે આ ડેમ તુટ્યો હતો. તાનાજી સાવંત શિવસેનાના સાંસદ છે. જો કે રસપ્રદ બાબત છે કે, પાર્ટીમાં તેમના સહયોગી અને સ્થાનીક ધારાસભ્ય સદાનંદ ચવ્હાણ આ ડેમના કોન્ટ્રાકટર છે. અત્રે ઉલ્લેખનીય છે કે સ્થાનિકોના મંતવ્ય અનુસાર આ ડેમમાં રાજકારણીઓએ કામ ઓછુ અને સેટિંગ વધારે કર્યું છે.

(10:04 am IST)