Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

અમેરિકામાં DACA પોલીસી રદ થાય તો ન્‍યુજર્સી સ્‍ટેટ દર વર્ષે ૧૯ મિલીયન ડોલર જેટલી ટેકસની આવક ગૂમાવશેઃ અનેક પરિવારો વિખુટા પડશેઃ પ્રેસિડન્‍ટ ટ્રમ્‍પના DACAપોલીસી રદ કરવાના નિર્ણય વિરૂધ્‍ધ કરાયેલ કોર્ટ કેસમાં ઇન્‍ડિયન અમેરિકન એટર્ની જનરલ શ્રી ગુરબીર ગ્રેવાલની ધારદાર દલીલો

ન્‍યુજર્સીઃ અમેરિકાના પૂર્વ પ્રેસિડન્‍ટ બરાક ઓબામાએ દાખલ કરેલી ‘‘ડીફર્ડ એકશન ફોર ચાઇલ્‍ડહૂડ એરાઇવલ્‍સ (DACA)'' પોલીસી રદ કરવાની વર્તમાન પ્રેસિડન્‍ટ ડોનાલ્‍ડ ટ્રમ્‍પની પોલીસી વિરૂધ્‍ધ સાત સાઉધર્ન સ્‍ટેટમાં દાવો દાખલ કરાયો છે જેમાં શામેલ થવા ન્‍યુજર્સીના એટર્ની જનરલ ઇન્‍ડિયન અમેરિકન શ્રી ગુરબીર ગ્રેવાલને ટેકસાસ જજએ પરવાનગી આપી છે.

DACA પોલીસી રદ કરવાના પ્રેસિડન્‍ટ ટ્રમ્‍પના નિર્ણય અંગે પ્રતિભાવ આપતા શ્રી ગ્રેવાલએ જણાવ્‍યું હતું કે આ પોલીસી રદ થવાથી ન્‍યુજર્સી સ્‍ટેટને વાર્ષિક ૧૯ મિલીયન ડોલરની ટેકસની આવક ગૂમાવવી પડશે. ઉપરાંત અનેક પરિવારોને વિખૂટા પડવાની નોબત આવશે જે મુજબ એકલા ન્‍યુજર્સી સ્‍ટેટમાં જ ૫૩ હજાર જેટલા ગેરકાયદે ઇમીગ્રન્‍ટસ વસે છે. જે પૈકી ૧૭ હજારને DACA સ્‍ટેટસ મળેલુ છે. ૧૫ હજાર નવસો લોકો નોકરીમાં જોડાયેલા છે. તથા સાત હજાર આઠસો સ્‍ટુડન્‍ટસ અભ્‍યાસ કરે છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:45 pm IST)