Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

અમેરિકાની ડ્રગ એન્‍ફોર્સમેન્‍ટ એજન્‍સીના એકટીંગ એડમિનીસ્‍ટ્રેટર તરીકે ઇન્‍ડિયન અમેરિકન શ્રી ઉત્તમ ધિલ્લોનની નિમણુંક

વોશીંગ્‍ટનઃ ઇન્‍ડિયન અમેરિકન વ્‍હાઇટ હાઉસ એટર્ની શ્રી ઉત્તમ ધિલોનની નિમણુંક ‘‘ડ્રગ એન્‍ફોર્સમેન્‍ટ એજન્‍સી''માં એકટીંગ એડમિનીસ્‍ટ્રેટર તરીકે થઇ છે.

શ્રી ધિલ્લોન અમેરિકામાં ડોનાલ્‍ડ ટ્રમ્‍પ પ્રેસિડન્‍ટ બન્‍યા પછી વ્‍હાઇટ હાઉસમાં ડેપ્‍યુટી કાઉન્‍સેલ તતા ડેપ્‍યુટી આસીસ્‍ટન્‍ટ તરીકે ફરજ બજાવી રહ્યા છે.

તેમની ડ્રગ એન્‍ફોર્સમેન્‍ટ એજન્‍સીમાં ઉપરોક્‍ત હોદા ઉપર નિમણુંક થવાથી તેઓ અમેરિકામાં વ્‍યાપ્‍ત ડ્રગના દૂષણને ડામવા માટે કાર્યરત થશે.

ઉલ્લેખનીય છે કે અમેરિકામાં દર ૯ મિનીટે એક વ્‍યક્‍તિ ડ્રગના વધુ પડતા સેવનથી મૃત્‍યુ પામે છે. આ દૂષણને ડામવા તેમની ૨ જુલાઇના રોજ ઉપરોક્‍ત હોદા ઉપર નિમણુંક થઇ છે.

(9:43 pm IST)