Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

WTOમાં અમેરિકા સામે રજૂઆત કરવા ચીન તૈયાર

આંતરરાષ્ટ્રીય ધારાધોરણોનો ખુલ્લો ભંગ કરાયો : કાઉન્ટર પ્રોડક્ટીવ ઇમ્પોર્ટ ટેરિફના પરિણામેે બંને દેશોના અર્થતંત્રની સાથે સાથે દુનિયાના દેશોને મુશ્કેલીમાં મુકશે

નવીદિલ્હી, તા. ૬ : ટ્રેડવોરની શરૂઆત થયા બાદ ચીન લડાયક મૂડમાં દેખાઈ રહ્યું છે. ચીને સાફ શબ્દોમાં કહ્યું છે કે, તે આ મામલાને ડબલ્યુપીઓની બેઠકમાં પણ ઉઠાવશે. આનાથી દુનિયાના દરેક દેશને માઠી અસર થશે. અમેરિકા અને ચીનની અર્થવ્યવસ્થાની સાથે સાથે કાઉન્ટર પ્રોડક્ટીવ ઇમ્પોર્ટ ટેરિફની સીધી અસર થશે. ૮૦૦ ચીની પ્રોડક્ટ ઉપર અસર થનાર છે. બીજી બાજુ અમેરિકા ૧૬ અબજ ડોલરની અન્ય ચીની પ્રોડક્ટ ઉપર પણ ટેરિફ લાગૂ કરવાની તૈયારીમાં છે. ચીનમાં કામ કરતી અમેરિકી કંપનીઓ ઉપર ચીન દબાણ લાવવાના મૂડમાં દેખાઈ રહ્યું છે. ટ્રેડવોરની સ્થિતિ છે ત્યારે એક ચીની કંપની ડોનાલ્ડ ટ્રમ્પના ચૂંટણી અભિયાન માટે ધ્વજ બનાવી રહી છે. ૨૦૨૦માં બીજી વખત ચૂંટાઈ આવવાના પોતાના અભિયાન માટે ડોનાલ્ડ ટ્રમ્પ ચીની કંપની પાસેથી ધ્વજ બનાવી રહ્યા છે. ખેંચતાણના દોર વચ્ચે ટ્રમ્પના આ નિર્ણયને આશ્ચર્યજનક ગણવામાં આવે છે.

(7:36 pm IST)