Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

મેં સોનિયા ગાંધીને રાહુલના લગ્ન બ્રાહ્મણ છોકરી સાથે કરવા માટે સલાહ આપી હતીઃ તેલુગુ દેશમ્ પાર્ટીના સાંસદ જે.સી. દિવાકર રેડ્ડીનો દાવો

નવી દિલ્હીઃ રાહુલ ગાંધીના લગ્ન બ્રાહ્મણ પરિવારની છોકરી સાથે કરવા માટે મેં સોનિયા ગાંધીને સલાહ આપી હતી તેમ તેલુગુ દેશમ્ પાર્ટીના સાંસદ જે.સી. દિવાકર રેડ્ડીઅે દાવો કર્યો છે.

રેડ્ડીએ ટીડીપી જોઇન કર્યું તે પહેલાં કોંગ્રેસમાં હતા. 2014માં તેમણે આંધ્ર પ્રદેશની અનંતપુર સીટ પરથી ટીડીપીની ટિકીટ પર સાંસદીય ચૂંટણી લડી રહ્યા હતા. જ્યારે તે કોંગ્રેસમાં હતા તો છ વખત એમએલએ રહ્યા.  

એક સમારોહમાં તેમણે આ ઘટનાને પુનરાવર્તિત કરી કે મેં બ્રાહ્મણ છોકરી સાથે લગ્ન કરવાની પણ સલાહ આપી હતી જેથી રાહુલ પીએમ બની શકે. તેમણે તેની પાછળનું લોજીક પણ જણાવ્યું. તેમણે કહ્યું કે કોઇ વડાપ્રધાન બનવા માંગે છે તો તેની સાથે યૂપીની જનતાની દુવાઓ હોવી જરૂરી છે. જ્યાં સુધી તેમની દુવાઓ સાથે નહી હોય કોઇ પીએમ બની શકશે નહી. 

આ પહેલાં ઉત્તર પ્રદેશના રાયબરેલીની સદર સીટ પરથી કોંગ્રેસ ધારાસભ્ય અદિતિની સાથે થોડા દિવસો પહેલાં રાહુલ ગાંધીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી હતી. કહેવામાં આવી રહ્યું હતું કે રાહુલ અને અદિતિ જલદી જ લગ્ન કરી શકે છે. પછી અદિતિએ સ્પષ્ટતા આપી અને તેને કર્ણાટકની ચૂંટણીનો પ્રોપેગેંડા ગણાવ્યો. તેમનું કહેવું હતું કે રાહુલના લગ્નની અફવાઓ ફેલાવીને કર્ણાટકની ચૂંટણીમાં તનતોડ મહેનત કરી રહેલા કોંગ્રેસીઓને તોડવાનું કાવતરું હતું.

પહેલાં કેંદ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ રાહુલ ગાંધીને દલિત છોકરી સાથે લગ્ન કરવાની સલાહ આપી હતી. રામદાસ અઠાવલેએ કહ્યું હતું કે દલિત છોકરી સાથે લગ્ન કરવા જોઇએ કારણ કે આ સમુદાય સાથે ફક્ત જમવાથી જાતિવાદ દૂર ન થઇ શકે. રાહુલ ગાંધીએ તાજેતરમાં એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે 'આ જૂનો પ્રશ્ન છે. હું ભાગ્યમાં વિશ્વાસ રાખુ છું. જ્યારે થશે, ત્યારે થશે.' ભાજપ નીત એનડીએના ઘટક રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડીયાના દલિત નેતા અઠાવલેએ કહ્યું હતું કે તે કોંગ્રેસ નેતાને જોડી શોધવામાં મદદ કરશે. 

(6:11 pm IST)