Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

પ્રેમભગ્ન યુવકે પ્રેમીકાનું નાક કાપી તેના પતિની હત્યા કરી

બાડમેર, તા. ૬ :. જિલ્લાના નાગાણા પોલીસ સ્ટેશન હેઠળના એક ગામડામાં પ્રેમ સંબંધ તૂટવાથી નારાજ પ્રેમીએ પોતાની પ્રેમીકાનું નાક કાપી લીધુ હતુ અને તેના પતિની હત્યા કરી નાખી હતી. છીતરના પારગાંવમાં બુધવારે મોડી રાત્રે પ્રેમીકાના ઘરમાં ધારદાર હથીયાર સાથે ઘુસી હુમલો કર્યો હતો. પોલીસે આરોપીને પકડી પાડયો છે. ગંભીર રીતે ઘવાયેલી મહિલાને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી છે. કિશનરામ મગનરામ પોતાની ઘરમાં સુતો હતો ત્યારે મોડી રાત્રે જોગારામ ઘરમા ઘુસી આવ્યો હતો અને ખચાખચ ઘા મારી કિશનરામની હત્યા કરી નાખી હતી જ્યારે બાજુમાં સુતેલી તેની પત્નિ આશાદેવીનું નાક કાપી ચહેરા પર પણ ગંભીર ઈજા કરી હતી.

(3:53 pm IST)