Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

ભારત હાલ ઇમાનદારીનો ઉત્સવ ઉજવી રહ્યું છે

મોદીનું અમેરિકાના પટેલોને સંબોધન :પીએમ મોદીએ યુએસએના સૌરાષ્ટ્ર પટેલ કલ્ચરલ સમાજને વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધિત કર્યા

નવી દિલ્હી તા. ૬ : પીએમ મોદીએ યુએસએના સૌરાષ્ટ્ર પટેલ કલ્ચરલ સમાજને વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધિત કર્યાં હતાં. સૌરાષ્ટ્ર પટેલ કલ્ચરલ સમાજ કેલીફોર્નીઆમાં મળ્યો હતો. તેમણે આમાં ભારતીય સમાજ, કલાઇમેન્ટ ચેન્જ, ટુરિઝમ, ભારતના અર્થતંત્ર પર મહત્વનની વાતો કરી હતી.

પીએમ મોદીએ પટેલ સમાજને સંબોધતા કહ્યું કે, 'ભારતના નાગરિકો જેમનો જન્મ ભારતમાં થયો અને સંસ્કાર ભારતમાં થયા છે તેઓ વિશ્વમાં જયાં જયાં ગયા તેમણે ભારતની સુવાસ ફેલાવવામાં મોટું યોગદાન આપ્યું છે. તેમણે ભારતના વૈભવ વારસાને જાળવવાનો પ્રયાસ કર્યો છે. જેઓ વર્ષોથી વિદેશમાં રહે છે તેવા અનેક ભારતીયોની દુનિયાભરમાં જે છબી બની છે તેના કારણે દુનિયાને ભારતને સમજવાનું બહું સહેલું બન્યું છે.'

તેમણે આગળ સંબોધતા કહ્યું કે 'ભારત વિશે જુઠ્ઠાંણાં ચાલતાં હોય છે તેમાં પણ જે ત્યાં રહેલા ભારતીયોને ઓળખતું હોય તેને પહેલો વિચાર આવે કે આ ભાઈ તો બહું સારા માણસ છે. આપણી આજુબાજુ રહેલા લોકો ભારતને બદનામ કરવાના પ્રયત્નો કર્યાં કરતાં હોય છે. આવા લોકો દશકોથી આપણને બરબાદ કરવાનું કામ કરે છે, પહેલા એવું હતું કે આખું વિશ્વ તેમની સાથે અને થોડા જ આપણી સાથે હતાં પરંતુ આજે આખું વિશ્વ આપણી સાથે છે અને તેમની સામે છે. આતંકવાદ સામે આખું વિશ્વ ભારતની વાત સ્વીકારવા લાગ્યું છે. આ બધાના મૂળમાં આખી દુનિયામાં પહોંચેલા ભારતીય સમાજના સ્વભાવને, વિચારનું બધાની વચ્ચે ભળી જવાનો સ્વભાવથી દુનિયાને એવું લાગે છે કે ભારતીયો જે અમારા દેશમાં કોઇને કોઇ યોગદાન કરે છે તેમનાથી કોઇ સમસ્યા નથી થતી. ભારતીય બાળકો જયાં અભ્યાસ કરતાં હોય ત્યાં એવું જ લાગે કે આ ભારતીય છે આતો બધા નંબર લઇ જશે. ગમે તેવી ગંભીર બીમારીમાં પણ જો હિન્દુસ્તાનના ડોકટર મળી જાય તો સામા પક્ષે વિશ્વાસ થઇ જાય કે આતો સિન્સયર્લી કામ કરશે. આવી સુવાસ જે આપ લોકોએ ફેલાવી છે. જેનાથી વિશ્વને ભારતને સમજવામાં ઘણી સહાયતા મળી છે.'

ભારતના પાસપોર્ટની વાત કરતાં જણાવ્યું કે, ભારતના પાસપોર્ટની જે તાકાત પહેલા હતી તેના કરતાં આજે વધી છે. દુનિયામાં ગમે ત્યાં જતાં હશો તો હવે ઇમિગ્રેશનના માણસ ભારતીયોનો પાસપોર્ટ જોઇને તેમની આંખોમાં ચમક આવી જતી હોય છે. ભારતની મહત્તા સમાજાઇ રહી છે દુનિયા ભારતને પોતાની સાથે જોડવા આતુર હોય છે.

તેમણે પ્રકૃત્ત્િ।ની વાત કરતાં જણાવ્યું કે, 'દુનિયા જયારે કલાઈમેટ ચેન્જ અને એન્વાયરમેન્ટની ચર્ચા કરતી ત્યારે ભારત આ તરફ કામ કરી રહ્યાં હતાં. આપણે દુનિયાને સમજાવવામાં સફળ રહ્યાં કે ભારત સદીઓથી પ્રકૃત્તિ પ્રેમી અને પૂજક રહ્યું છે. આપણે ઇન્ટરનેશનલ સોલાર રિલાયન્સ બનાવ્યું તેમાં દુનિયાના દેશો જોડાઈ રહ્યાં છે. વિશ્વનું હેડકવાર્ટર ભારતમાં બન્યું છે. હવે વિશ્વમાં સૂર્ય શકિતને અપનાવતાં થયાં છે. ભારતીયો માટે સૂર્યશકિત નવી વાત નથી આપણે તો વર્ષોથી સાત રથ પર સવાર સુરજ દેવતાની પૂજા કરતાં આવ્યાં છે.'

તેમણે મહાત્મા ગાંધીની ૧૫૦મી જયંતીની ઉજવવાના હેતુને સમજાવતા કહ્યું કે, 'વિશ્વમાં મહાત્મા ગાંધીએ જે રીતે જીવી જાણવાં જોઇએ તે હજુ કરવાનું બાકી છે. યુગો સુધી ગાંધીનું ચિંતન જેટલા પ્રમાણમાં થવું જોઇએ તે હજી કરવાનું બાકી છે. મહાત્મા ગાંધીના ૧૫૦ વર્ષના પ્રસંગે ૨૦૧૮-૧૯, ૧૯-૨૦ સતત વિશ્વમાનવ મહાત્મા ગાંધીનું ચિંતન કરાશે. મહાત્મા ગાંધીના સિદ્ઘાંતો આજે પણ દુનિયાના સમાધાનમાં ઘણાં ઉપયોગી છે. આપણું સદનસીબ છે કે આપણે આપણાં બાપુ એવું કહી શકીએ છીએ. વિશ્વમાં રહેવા ભારતીયોની નવી પેઢી આપણાં બાપુને જાણે તે મહત્વનું છે.'

તેમણે લોખંડી પુરૂષના સ્ટેચ્યુની વાત કરતાં જણાવ્યું કે, આપણે સરદાર વલ્લભભાઇ પટેલની સરદાર સરોવરમાં જે પ્રતિમા બનાવવાં જઇ રહ્યાં છે તે સ્ટેચ્યુ ઓફ ડિબર્ટી કરતાં ડબલ છે. આને આપણે નામ આપ્યું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. આ ૩૧મી ઓકટબર સુધીમાં આ કામ પુરૂ થાય ત્યાં સુધી પુરૃં કરવામાટે ગુજરાત સરકાર કામ કરી રહી છે.

કુંભના મેળાની વાત કરતાં જણાવ્યું, પ્રયાગમાં આ વખતે ગંગાના કિનારે કુંભનો મેળો થવાનો છે. યુરોપના એક દેશ જેટલા તો એક દિવસ આવીને ગંગા સ્નાન કરીને જતી રહે છે અને બીજા એટલા જ લોકો ત્યાં આવે છે. આ આપણે આપણાં બાળકોને બતાવવું જોઇએ.

પીએમે કહ્યું કે , ભારત આજકાલ એક ઇમાનદારીનો ઉત્સવ માટે ઉજવી રહ્યું છે. સમાજમાંથી ધીરે ધીરે બેઇમાનો બાજુમાં જઇ રહ્યાં છે. જીએસટીમાં પણ સફળતા મળી રહી છે. બધા ટેકસને એક કરીને એકતાનો નવો મંત્ર આપણે આપ્યો. શરૂવાતમાં તકલીફ પડે પરંતુ સરકાર સંવેદનશીલ છે તેથી ઘણાં બદલાવ પણ કર્યા.

મોદીએ ભારતના અર્થશાસ્ત્રને વધારવામાં વિદેશમાં રહેતા ભારતીયોને અપીલ કરતાં કહ્યું કે, 'વિદેશમાં રહેતા ભાઇઓ હવે એક કામ કરે તે છે ટુરિઝમ. આપણાં વિદેશમાં રહેતાં ભાઇઓ વતનને કામ લાગ્યાં જ છે. વીડિયો પર તમારા ગામના લોકોને એક વિષય ભણાવો. નાની નાની વસ્તુઓની મોટી અસર આપે છે. વિશ્વમાં જયાં જયાં ભારતીયો રહે છે તે પોતાની આસપાસ રહેતા પાંચ પરિવારને ભારત જોવા મોકલી શકો છો? જો આવું થાય તો ભારતનું ટુરિઝમ ઘણું વધી જાય. ભારતની ટુરિઝમની ચર્ચા કરો. જો આવું થાય તો ભારતની ઇકોનોમી પણ વધે. આપણે નાના સ્થાન પર વિમાન મથકો બનાવી રહ્યાં છે.'(૨૧.૩૦)

(3:48 pm IST)