Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

બિનઅનામત વર્ગ માટે લાભનો પટારો ખૂલે એટલી જ વાર

ઉજળિયાત વર્ગના જુવાનિયાઓ માટે આકર્ષક યોજનાઓ આવી રહી છે

રાજકોટ તા. ૬: બિનઅનામત જ્ઞાતિના યુવક-યુવતીઓ માટે સરકાર સરકારી નોકરીમાં ઉપલી વયમર્યાદામાં છૂટછાટ સહિત કેટલાક લાભ આપવા માંગે છે. સરકાર દ્વારા લાંબા સમયથી જેની તૈયારી થઇ રહી છે તેવી યોજનાઓ-રાહતો ટૂંક સમયમાં જ જાહેર થશે.

બિનઅનામત જ્ઞાતિઓમાં આવતા વિદ્યાર્થીઓને અનામત વર્ગની જેમ નોંધપાત્ર શૈક્ષણિક સહાય-પ્રોત્સાહન મળે તેવા સરકારના પ્રયાસો છે. શિક્ષણ ઉપરાંત ધંધા-રોજગારી માટે પ્રોત્સાહન અપાશે. સ્કોલરશીપ, સબસીડી, લોનમાં વ્યાજ રાહત વગેરે બાબતો વિચારાધીન છે. બિનઅનામત આયોગ મારફત લાભ અપાશે. બિનઅનામત વર્ગ માટેના લાભની જાહેરાતમાં વિલંબ સચિવાલયમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે.

(3:46 pm IST)