Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

પ્લેસ્કૂલમાં બે વર્ષના બાળક સાથે થયા અડપલા

જે દિવસે ઘટના બનીએ દિવસે CCTV કેમેરા બંધ હતા, પોલીસે દાખલ કર્યો કેસ

કોલકતા, તા.૬: કલકત્તાની એક પ્લેસ્કૂલમાં બે વર્ષના એક બાળક પર જાતીય હુમલો કરવામાં આવ્યો છે. બાળક સતત રડતું હોવાથી તથા તેના પેન્ટ પર લોહીના ડાઘ જોઇને તેની મમ્મીને શંકા ગઇ હતી. બાળકના મેડિકલ રિપોર્ટમાં આ જાતીય હુમલાની ઘટના હોવાનું પુરવાર હતું.બાળકની મમ્મીએ જણાવ્યું હતું કે 'સોમવારે હુ મારા દીકરાને લવા પ્લેસ્કૂલમાં  ગઇતો તે સતત રડી રહ્યો હતો. તેનાં કપડાં પર લોહીના ડાઘ પણ હતા. હું તેને ડોકટર પાસે લઇ ગઇ હતી, જયાં તેના પ્રાઇવેટ પાર્ટમાં ઇજાનાં નિશાન જોવા મળ્યાં હતા'

બીજા દિવસે બાળકનાં મમ્મી-પપ્પાએ સ્કૂલના પ્રિન્સિપાલને ઘટનાની જાણ કરી હતી, જેમણે આવી કોઇ ઘટના બની ન હોવાનું જણાવ્યું હતું. બાળકનાં મમ્મી-પપ્પાએ CCTV  કેમેરાનાં ફુટેજ જોવાની માગણી હતી, પણ એ આપવામાં આવ્યાં નહોતાં અને તેમને ઘરે રવાના કરી દેવામાં આવ્યાં હતા.

બાદમાં સ્કૂલના પ્રિન્સિપાલે ફોન પર બાળકના પેન્ટ્સને જણાવ્યું હતું કે '૨૬ જૂનથી બીજી જુલાઇ દરમ્યાનના સમયગાળામાં CCTV કેમેરાનાં ફુટેજમાં કંઇ રેકોર્ડ થયું નથીે સંબંધિત ઘટનાના દિવસનું પણ કોઇ રેકોર્ડિગ ઉપલબ્ધ નથી.'

બાળકનાં મમ્મી-પપ્પાએ પોલીસમાં ફરિયાદ કરી છે અને પોલીસે પોસ્કો હેઠળ કેસ દાખલ કર્યો છે.

(3:45 pm IST)