Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

'મેલી મૂરાદ'...ખીણમાં જુના આતંકી જૂથો ફરી સક્રિય

૯૦નાં દશકાનાં સંગઠનો ૨૦૦૦ પછી મૃતપ્રાય થઇ ગયા'તા, પણ હવે ફુંફાડો મારી વધુ કોઇ નિર્દોષને ડંખે એ પહેલા જ કચડી નાંખવા જરૂરી : યુવા વર્ગમાં વધતું આકર્ષણ ખરેખર સૌ માટેચિંતારૂપઃ સુરક્ષાદળો પાસે નવી યાદીમાં ભલે ૨૫૦ 'નાલાયક'ના નામ હોય,પણ વાસ્તવિકતામાં સંખ્યા ઘણી જ વધારે હોવાની ચર્ચા

શ્રીનગર,તા.૬: ભારતમાં કુદરતી સૌદર્ય સમાન જમ્મુ-કાશ્મીરમાં અવાર-નવાર થઇ રહેલા આતંકી હુમલાને પગલે સતત ભયનો માહોલ સર્જાતો રહે છે ત્યારે ફરી ખીણમાં જુના આતંકી જુથો સક્રિય થવા લાગ્યા હોવાની વાત પ્રકાશમં આવતા જ ચિંતા પ્રસરવા લાગી છે...મેલી મૂરાદ સાથે હરામખોરો  વધુ કોઇ નિર્દોષ નાગરિકોનો ભોગ લે એ પહેલા જ ભોંભીતર કરી દેવામાં આવે એવી ં સૌ દેશવાસીઓની લાગણી-માંગણી છે.

આ અંગે જાણવા મળ્યાનુસાર ખીણમાં ૯૦ના દશકાનાં સંગઠનો ૨૦૦૦ પછી મૃતપ્રાય થઇ ગયા હતા, પરંતુ ફરી મેલીમુરાદ સાથે સક્રિય થવા લાગ્યા હોવાની જાણ થતા જ સુરક્ષા દળો તૈનાત થયા છે...કહેવાય છે કે, ૯૦ના દશકામાં કેટલાક યુવાનોને આકર્ષી ગેરકાયદે રીતે સીમા પાર મોકલી આતંકની તાલિમ અપાતી હતી.પરંતુ હવે તો પહેલાના આતંકીઓ જ નવા તૈયાર થનારા છોકરાઓની કમાન પોતાના હાથમાં લેવા લાગ્યા હોવાથી સૌ માટે ખરેખર ચિંતારૂપ છે.

સ્થાનિક કક્ષાએ થતી ચર્ચા મુજબ ખીણમાં યુવાનો આતંકી સંગઠનોથી આકર્ષાઇ રહયા છે, તો તાત્કાલિક ધોરણે જો કાબુમાં કરવામાં નહિ આવે તો આગામી સમયમાં સ્થિતિ વધુ ભયજનક થવાની સૌને ચિંતા અત્યારથી જ સતાવા લાગી છે.

બીજી તરફ એવું પણ સંભળાઇ રહયું છે કે, હાલમાં અલ ઉમર મુજજાહદીન, અલ બદ્ર, હરકત ઉલ જેહાદ ઉલ ઇસ્લામી, અંસાર ગજવાત ઉલ હિંદ અને હરકત ઉલ અંસાર,લશ્કર એ તૈયબા, આઇએસજેકે,હિજબુલ મુજજાહુદીન, જૈસ એ મોહમ્મદ  સહિત અંદાજે એક ડઝન જેટલા સંગઠનો કાર્યરત મનાય છે ત્યારે સુરક્ષા દળો પાસે ભલે નવી યાદીમાં અત્યારે ૨૫૦ જેટલા આતંકીઓના નામ હોય, પણ વાસ્તવિકતામાં આતંકીઓની સંખ્યા ઘણી જ વધારે છે...એકાદ ડઝન જુથો સિવાય ઘણા નાના-મોટા આતંકી જુથો પણ પોતા-પોતાની તાકાત વધારવા માટે પગદંડો જમાવે અને કોઇ નિર્દોષ નાગરિકોનો ભોગ લે એ પહેલા જ સત્વરે ભોંભીતર કરવા જરૂરી બની જાય છે.

તો, વળી એવી પણ ચર્ચા કાશ્મીર ખીણ વિસ્તારમાં જોરશોરથી થવા લાગી છે કે, નામી-અનામી જુથો સક્રિયતા સાથે જ નાપાક ઇરાદાને પાર પાડવા આગળ વધવા લાગ્યા હોવાથી શાંતિપ્રિય પ્રજા માટે ખરેખર માથાના દુઃખાવારૂપ સમસ્યા બનવા લાગી છે, તો સુરક્ષા દળો સત્વરે આતંકવાદનો હમેંશ માટે ખાત્મો કરી નાંખે એવી ઇચ્છા વ્યકત થઇ રહી છે.

 ચાર કે પાંચ જિલ્લાની નહિ, પણ આખા ખીણ વિસ્તારની સમસ્યા...

શ્રીનગરઃ ધરતીના સ્વર્ગ સમાન જમ્મુ-કાશ્મીરમાં રોજ-બરોજ થઇ રહેલા આતંકી હુમલાને પગલે સ્થાનિકો સહિત પ્રવાસે જતા લોકોના જીવ પણ જોખમાતા હોય છે ત્યારે ઘણી વાર કોઇને કોઇ નેતાઓ દ્વારા આતંકી સમસ્યાને માત્ર ચાર કે પાંચ જિલ્લા પુરતી સિમિત કહસ દેવામાં આવે છે...પણ હકિકતમાં સમસ્યા આખે આખા ખીણ વિસ્તારની હોવાનું કહેવાઇ રહયું છે.

આ અંગે જાગૃત લોકોનું કહેવું છે કે, ખરેખર રાજકીય ભાષણબાજી થાય છે, એવી નહિ  પણ હકિકત  એનાથી ઉલ્ટી   છે.સાચી વાત તો એ છે કે માત્ર ચાર કે પાંચ જિલ્લામાં જ નહિ, પરંતુ આખા ખીણ વિસ્તારમાં મોટા પ્રમાણમાં આતંકીઓ મોજુદ છે. બસ, સમયે-સમયે સ્થળ બદલાતા રહે છે...૧૯૯૦ના સમયમાં શ્રીનગર ખાતે વધારે પ્રમાણમાં સક્રિય રહેતા હતા.એવી જ રીતે હવે શોપિયામાં સક્રિય છે.

પહેલા કુપવાડા, ઉરી અને બારામુલામાં હતા, તો હવે પુલવામાં, કુલગામ સહિત મધ્યના અમુક વિસ્તારોમાં છે.

(3:40 pm IST)