Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

૪૦૦ કરોડનાં નકલી બિલોથી ૬૦ કરોડની GST ચોરી

કાનપુરના બે મોટા વેપારીની ધરપકડઃ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી

લખનૌ, તા.૬: જીએસટીની આડમાં બનાવટી બિલ બનાવીને ૬૦ કરોડ રૂપિયાથી વધુનો ચુનો લેગાડનારનો ડાયરેકટરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલી જન્સની ટીમે પર્દાફાશ કરવાનો દાવો કર્યા છે. ડીજીજીઆઇની ટીમના જણાવ્યા મુજબ કાનપુરના વેપારીઓ-મનોજ કુમાર જૈન અને ચન્દ્રપ્રકાશ તાયલના વિવિધ ઠેકાણા પર દરોડા દરમ્યાન આ ટેક્ષ ચોરી સામે આવી છે તે પહેલા ગુજરાત અને રાજસ્થાનમાં આવા કેસો સામે આવી ચુકયા છે પૂર્વી ઉતરપ્રદેશમાં આ પ્રકારનો પ્રથમ કેસ સામે આવ્યો છે.

જીએસટી ઇન્ટોલિજસના અધિકારીઓના જણાવ્યા મુજબ જીએસટી  લાગુ થવાના એક વર્ષની અંદર બંને વેપારીઓએ અલગ-અલગ કંપનીના નામથી ૪૦૦ કરોડ રૂપિયા બોગસ  ઇનવોયસ રાજયના અનેક જીલ્લાના કારોબારીઓ માટે કાપ્યા આ બોગસ ઇનવોયસ દ્વારા તે કારોબારીઓ અને કંપનીઓએ પોતાની આવક વધેલી દેખાડી ન ખોટી રીતે ઇનપુર ટેક્ષ હેડિટ લીધી સાથે જ નફો ઓછો દેખાડીને ઇનકમટેક્ષની પણ ચોરી કરી હતી. બનાવટી બીલના કુલ રકમના એકથી બે ટકા કમિશન લેતા હતા.

અધિકારીઓના જણાવ્યા મુજબ વિવિધ ક્ષેત્રોના કારોબારીઓને બોગ્સ બીલ આપવા માટે મનોજ-ચંદ્રપ્રકાશ અનેક બોગસ કંપનીઓ બનાવી રાખી હતી. આ કાગળની કંપની બનાવીને સીમેન્ટ, બિટુમીન, પ્લાસ્ટિદાલા મેટલ પ્લાસ્ટિક તેમ ધાતુની આપૂર્ટી દેખાડીને બિલ ઇશ્યુ થતું હતું. બને કારોબારીઓએ કંપનીના નામ પર બનાવટી બિલ ઇશ્યુ કરતા હતા. તેના નામ બહાર જી ડેવલોપર્સ ગોપલ જી ઇન્પેકસ, રાધે-રાધે ડેવલોપર્સ, શ્રી રાધે ટ્રેડર્સ, જ્ઞાન હેડર્સ અને એસકે ઉદ્યોગ જણાવાયું હતું.

બનાવટી કંપનીઓ બિલ બનાવવા ઉપરાંત બંને વેપારીઓે ધરપકડથી બચવા માટે બનાવટી ટ્રાન્સપોર્ટ સિસ્ટમ પણ બનાવી હતી.

(3:32 pm IST)