Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

મંદી ઉપર બ્રેક : સેંસેક્સમાં ફરી વખત ઉછાળો આવ્યો

શરૂમાં જ સેંસેક્સમાં ૯૫ પોઇન્ટનો સુધારો થયો : નિફ્ટી ૨૩ પોઇન્ટ સુધરીને ૧૦૭૭૩ની ઉંચી સપાટીએ

મુંબઇ,તા. ૬ : શેરબજારમાં આજે ફરી એકવાર તેજી જોવા મળી હતી. કારોબારની શરૂઆત થયા બાદ છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેક્ ૯૫ પોઇન્ટ ઉછળીને ૩૫૬૬૯ની સપાટી પર હતો. જ્યારે નિફ્ટી ૧૦૭૭૩ની સપાટી પર રહ્યો હતો. સેંસેક્સ અને નિફ્ટી બન્નેમાં શરૂઆતમાં ઉછાળો આવ્યા બાદ નવી આશા જાગી છે. માઇક્રો મોરચા ઉપર ભારતની મેન્યુફેક્ચરિંગ સ્થિતિમાં જૂન મહિનામાં સુધારો થયો છે. ડિસેમ્બર ૨૦૧૭ બાદ સૌથી મજબૂત સુધારો થયો છે. હજુ સુધી વર્ષ ૨૦૧૮માં નવા ઓર્ડર અને ઉત્પાદનમાં વધારાની અસર જોવા મળી રહી છે.  બજાર માટે ઉપયોગી ગણાતા નિક્કી ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ પરચેસિંગ મેનેજર્સ ઇન્ડેક્સ મે મહિનામાં ૫૧.૨થી વધીને જૂન મહિનામાં ૫૩.૧ થઇ ગયો છે. ભારતના મેન્યુફેક્ચરિંગ અર્થતંત્રમાં સ્થિતિ સૌથી ઝડપથી સુધરી છે. સતત ૧૧માં મહિનામાં મેન્યુફેક્ચરિંગ પીએમઆઈનો આંકડો ૫૦ પોઇન્ટથી ઉપર રહ્યો છે. દલાલસ્ટ્રીટમાં હવે જે પરિબળો નજરે પડનાર છે તેમાં અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોરની સ્થિતિ, ડોલર સામે રૂપિયાની ચાલ, ક્રૂડ ઓઇલની કિંમતો, માઇક્રો ડેટા, ઓટોના શેર, હાલમાં જ સરકારી  કંપની દ્વારા જારી કરવામાં આવેલા આઈપીઓ, યુએસ જોબ ડેટા જેવા પરિબલોની અસર થશે.  ડોલર સામે રૂપિયાની ચાલ ઉપર પણ નજર રહેશે.

વૈશ્વિક સ્તર પર ઓઇલ કિંમતો હાલમાં ફરી એકવાર વધી છે. શેરબજારમાં ગઇકાલે ગુરૂવારના દિવસે મંદીનું મોજુ રહ્યું હતું. કારોબારના અંતે સેંસેક્સ ૭૧ પોઇન્ટ ઘટીને ૩૫૫૭૫ની નીચી સપાટીએ રહ્યો હતો. ઇન્ફોસીસ અને ટાટા સ્ટીલના શેરમાં તીવ્ર ઘટાડો રહ્યો હતો. ચીન ઉપર અમેરિકી ટેરિફ લાગૂ કરવાની સમય મર્યાદા દેખાઈ રહ્યા છે. તેની અસર પણ જોવા મળી શકે છે. બીએસઈ સેંસેક્સ આજે ૭૧ પોઇન્ટ ઘટીને ૩૫૫૭૫ની નીચી સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૨૦ પોઇન્ટ ઘટીને ૧૦૮૫૦ની સપાટીએ રહ્યો હતો.

(12:17 pm IST)