Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

બિહાર બાદ તમિળનાડુ પર ભાજપનુ ધ્યાન કેન્દ્રિત થયુ

જયલલિતાના અવસાન બાદ અન્નાદ્રમુક કમજોર : કરૂણા સક્રિય રાજનીતિથી દુર થયા બાદથી ભાજપને તક મળી : પાર્ટીની મજબુતી માટે ફુલ ટાઇમ મેમ્બરો સક્રિય

ચેન્નાઇ,તા. ૬ : પોતાની સ્થિતીને મજબુત કરવા માટે અને પોતાને દ્રવિડ વિરાસતને સંભાળી લેવા માટે પોતાને પ્રબળ દાવેદાર તરીકે રજૂ કરવા માટે ભાજપ સંપૂર્ણપણે તૈયાર છે. પૂર્વ મુખ્યપ્રધાન જે જયલલિતાના અવસાન બાદ અને ડીએમકેના વડા કરૂણાનિધી રાજનીતિમાં હવે ઓછા સક્રિય રહ્યા બાદ ખાલી જગ્યાએને પુરવા માટે ભાજપે આક્રમક તૈયારી કરી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ ટી. સૌદરારાજને કહ્યુ છે કે અમે ૧૨૦ એવા ચૂંટણી ક્ષેત્રોની ઓળખ કરી લીધી છે જ્યાં અમારી પાર્ટીએ છેલ્લા કેટલાક વર્ષોમાં સતત સુધારો કર્યો છે. પાર્ટીની નિંવ મજબુત કરવા માટે હવે ફુલ ટાઇમ મેમ્બરોને જવાબદારી સોંપવામાં આવી છે. રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ વર્ષ ૨૦૧૬માં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં મળેલી હાર બાદ નવી રણનિતી પર કામ કરી રહ્યા છે. નવી રણનિતી વિકસિત કરવા પર કામ ચાલી રહ્યુ છે. ભાજપે ૧૦  હજાર  હોદ્દેદારોને પોતાના વિસ્તારક કાર્યક્રમમાં વ્યસ્ત કરી દીધા છે. આ લોકોનુ કામ લોકોનુ સંપર્ક કરીને તેમને મોદી સરકારની કામગીરી અને સિદ્ધીઓ અંગે માહિતી આપવાનુ છે. સાથે સાથે વધુને વધુ લોકોને ભાજપની મેમ્બરશીપમાં સામેલ કરવા માટેનુ  પણ છે. ભાજપના એક નેતાએ માહિતી આપતા કહ્યુ છે કે જયલલિતાના વિશ્વાસપાત્ર ઉત્તરાધિકારી પન્નીરસેલ્વમ  વડાપ્રધાન મોદીના પસંદ બની ગયા છે.

તમિળનાડુમાં આાગામી દિવસોમાં શ્રેણીબદ્ધ બેઠકોનુ આયોજન કરવામા ંઆવી રહ્યુ છે. પોતાની સ્થિતીને મજબુત કરવાના ઇરાદાથી યુવા મોરચાની બેઠક પણ સતત થઇ રહી છે. ભાજપ પ્રમુખ અમિત શાહ પોતે પણ તમિળનાડુની સ્થિતી અંગે પોતે વારંવાર માહિતી મેળવી રહ્યા છે. જાણકાર લોકો સાથે વાતચીત કરી રહ્યા છે. તમિળનાડુમાં પાર્ટી સ્થિતીને સુધારી દેવા માટે નીચલા સ્તરથી સતત પ્રયાસો કરી રહી છે.

(12:17 pm IST)
  • અહીં ખુશ્બુ છે શરાબની મોદીજી ! કેટલાક દિવસો તો રહો ગુજરાતમાં !:ગાંધીનગરમાં હાર્દિક પટેલ,અલ્પેશ ઠાકોર અને જીજ્ઞેશ મેવાણીએ ગાંધીનગરના દારૂની જનતા રેડ કરી :ડીએસપી ઓફિસથી 100 મીટર દૂર પકડ્યો દારૂ :અલ્પેશ ઠાકોરે કહ્યું ''યહાઁ ખુશ્બુ હૈ શરાબકી મોદીજી !! કુછ દિન તો ગુજારો ગુજરાતમેં ! access_time 11:48 pm IST

  • સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રા શહેરમાંથી ગુમ થયેલ બે સગીર બાળકો અને એક યુવાન અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પરથી મળી આવ્યા:મુંબઈ તરફ ફરવા જવાનું નક્કી કરી કોઇને જાણ કર્યા વગર ચાલ્યા ગયા હતા. access_time 11:24 pm IST

  • યુપીના ગોરખપુર સહીત 12 જેલોમાં બનાવાશે ગૌશાળા: ગૌશાળાઓનાં નિર્માણ કરીને રખડતા ઢોરના સંરક્ષણની વ્યવસ્થા કરાશે : ડીજીપી અને ગૌશાળા પંચના અધિકારીઓની બેઠકમાં 12 જેલની પસંદગી: 12 જિલ્લાની યાદીમાં ગોરખપુર, આગરા, બારાબંકી, કન્નોજ, રાયબરેલી, બલરામપુર, સીતાપુર, સુલતાનપુર, કાનપુર દેહાત, ફિરોઝાબાદ અને મેરઠનો સમાવેશ access_time 12:59 am IST