Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

યુપીમાં ૮ ધોરણ પાસ હોસ્પિટલ માલિકે જ દર્દીનું ઓપરેશન કરી નાખ્યું

ઘટનાનો વીડિયો વાઇરલ : સત્તાવાળાઓએ કેસ દાખલ કર્યો

શામલી તા. ૬ : દેશમાં આરોગ્ય સંભાળની સ્થિતિ કેટલી કથળી ગઇ છે અને તંત્ર આ અંગેની ધાંધલી સામે કેટલી હદ સુધી આંખ આડા કાન કરે છે તેને ઉજાગર કરતી એક ઘટના ઉત્તરપ્રદેશના શામલીમાં બની છે.

દર્દીના જીવન સાથે રમત કરતી આ ઘટનામાં આઠમા ધોરણ પાસ એક વ્યકિતએ પોતાની માલિકીની ખાનગી હોસ્પિટલમાં એક દરદી પર સર્જરી કરતાં ભારે ચકચાર મચી છે. આ ઓપરેશન કરતો વીડિયો વાઇરલ થતાં સત્ત્।ાવાળાઓએ તેની ગંભીર નોંધ લીધી હતી અને તેની પાસે કેસ દાખલ કર્યો છે. જોકે,  જાણવાની વાત એ છે કે આ હોસ્પિટલમાં આવું પહેલી વખત થયું નથી. અગાઉ પણ ગેરરીતિઓ બદલ આ હોસ્પિટલને ત્રણ વખત સીલ લાગ્યા હતાં. પરંતુ તેનો માલિક પોતાના રાજકીય લાગવાગનો ઉપયોગ કરીને સીલ ખોલાવડાવીને બિંદાસ હોસ્પિટલ ચલાવી રહ્યો છે.વીડિયોમાં દેખાય છે કે નરદેવ સિંહ નામનો ધોરણ આઠ પાસ પુરુષ એક દર્દીનું ઓપરેશન કરી રહ્યો છે અને એટલું જ નહિ તેની પાસે ઊભી એક મહિલા કમ્પાઉન્ડર તે દર્દીને એનેસ્થેસિયા આપી રહી છે. ઉલ્લેખનીય છે કે હોસ્પિટલમાં શરૂઆતમાં અનેક ડોકટરોને નોકરીએ રાખ્યા હતા. પરંતુ પછી તેમને કાઢી મુકાયા હતા. એ પછી હોસ્પિટલ માલિકે જાતે જ દર્દીઓને જોવાનું શરૂ કરી દીધું હતું. બીજી બાજુ હોસ્પિટલ પાસે કોઇ સર્ટિફાઇડ એનેસ્થેટિસ્સ પણ નથી. (૨૧.૯)

 

(11:40 am IST)