Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

કન્યાએ વરને પહેરાવી 'સાપની માળા'

નહીં જોયા હોય આવા અનોખા લગ્ન !

નવી દિલ્હી તા. ૬ : સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાઈરલ થઈ રહ્યો છે, જેને સૌ કોઈને દંગ કરી નાખ્યા છે. લગ્નના આ વીડિયોને ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે. તમે પણ કયારેય આવા લગ્ન નહીં જોયા હોય. આ લગ્નમાં વર-કન્યા એકબીજાના ગળામાં સાપ અને અજગરની માળા પહેરાવી. લગ્નનો આ વીડિયો જોઈને તમે પણ ડરી જશો.

લગ્નના આ વીડિયોને ઘણા ફેસબુક પેજ પર શેર કરાયો છે. વીડિયો કયાં અને કયારનો છે તેની કોઈ જાણકારી નથી મળી. પરંતુ વીડિયોમાં જોઈ શકાય છે કે કન્યા હાથમાં સાપ લઈને ઊભી છે, જયારે તેની સામે જ સફેદ કપડા પહેરેલો વર હાથમાં અજગર લઈને ઊભો છે. પરંતુ અજગર તેના કાબૂમાં નથી રહેતો અને છૂટી જાય છે. બાદમાં ફરીથી તેને અજગર આપવામાં આવે છે. આ પછી લગ્નની વિધિ શરૂ થઈ જાય છે. (૨૧.૪)

(9:38 am IST)