Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

સિદ્ધારમૈયાએ બજેટ બાદ ભારે નારાજગી વ્યક્ત કરી

પૂર્ણ બજેટની જરૂર કોઈ ન હતી

બેંગ્લોર,તા. ૫ : કર્ણાટકમાં પૂર્ણ બજેટને લઇને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ નારાજગી વ્યક્ત કરી છે. સિદ્ધારમૈયા ભારે નાખુશ દેખાઈ રહ્યા છે. તેમના કહેવા મુજબ સરકારને પૂર્ણ બજેટ રજૂ કરવાની જરૂર ન હતી. કારણ કે મોટાભાગની યોજનાઓને જારી રાખવાની જરૂર હતી. રાહુલ ગાંધીએ હજુ સુધી બજેટ અંગે કોઇ પ્રતિક્રિયા આપી નથી પરંતુ રાહુલે ગઈકાલે જ ટ્વિટ કરીને કહ્યું હતું કે, કર્ણાટકના લોકોને કૃષિ લોન માફીથી રાહત થશે. ખેડૂતો માટે આશાના કિરણ સમાન આ બજેટ રહ્યું છે. કર્ણાટકમાં બજેટના એક દિવસ પહેલા રાહુલે કહ્યું હતું કે, અમારી કોંગ્રેસ અને જેડીએસની સરકાર ચોક્કસપણે કૃષિ લોન માફ કરશે અને કૃષિને વધારે લાભદાયી બનાવશે. બીજી બાજુ કોંગ્રેસના સિદ્ધારમૈયા બજેટને લઇને નાખુશ દેખાઈ રહ્યા છે.

(12:00 am IST)