Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

કેરળની ટીવી એક્ટ્રેસ સૂર્યા,તેની માતા અને બહેનની નકલી નોટ છાપવાના આરોપમાં ધરપકડ : ચકચાર

નુકશાન ભરપાઈ કરવા ઘરમાં જ નકલી નોટનું છાપકામ :વધુ બે સાથીઓને ઝડપી લેવાયા

 

કોલ્લમઃ કેરળની ટીવી એક્ટ્રેસ સૂર્યા શશિકુમાર તેની માતા અને બહેનની નકલી નોટો છાપવાના આરોપમાં ધરપકડ કરાઈ છે પોલીસની માહિતી મુજબ ત્રણેય ઘરમાં નકલી નોટો છાપતી હતી. સૂર્યા શિશકુમાર ભૂતકાળમાં થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે નકલી નોટો છાપતી હતી. સૂર્યા ખુબ જાણિતી એક્ટ્રેસ છે તે કેરળની અનેક ટીવી ચેનલ પર પ્રસારિત થતી સીરિયલમાં કામ કરી ચૂકી છે

અધિકારી વીએસ સુનીલ કુમારની આગેવાનીમાં સૂર્યા અને તેના પરિવારજનોની ધરપકડ કરવામાં આવી. સુનીલ કુમારે જણાવ્યું કે તેમને એક્ટ્રેસના ઘરેથી નોટોની છાપણી માટેની તમામ સામગ્રી મળી આવી છે. તેમણે કહ્યું કે તેમના વધુ બે સાથીની ધરપકડ કરતા કુલ આંકડો આઠ પર પહોંચ્યો છે. તમામ આરોપીઓને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.

 

(12:00 am IST)