Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

કાશ્મીર ખીણમાં આતંકવાદના ખાત્મા માટે સેનાનો ફુલપ્રુફ પ્લાન તૈયાર: ડીઝીટલ મેપનો કરશે ઉપયોગ

દરેક મહોલ્લો અને ગલીને એક વિશેષ કોડવર્ડ અને ઘરને પણ ચોક્કસ કોડવર્ડ અપાયો

 

નવી દિલ્હી :કાશ્મીર ખીણમાં આતંકવાદના ખાત્મા માટે સેનાએ ફુલપ્રુફ પ્લાન તૈયાર કર્યો છે આગામી ઓપરેશનને સફળ બનાવવા માટે એક ફૂલપ્રુફ પ્લાન બનાવ્યો છે તેમજ  સફળ કાર્યવાહી માટે સેના હવે ડિજીટલ મેપનો ઉપયોગ કરશે. જેનાથી આતંકીઓ સુધી પહોંચવું ભારે સરળ થઈ જશે  મેપના ઉપયોગથી આંતકીઓ દ્વારા સૈનિકોના મોત નિપજાવવાની સંખ્યામાં પણ ભારે મોટો ઘટાડો થશે

  સેના દ્વારા ડિજિટલ મેપ તૈયાર કરવાની કામગીરીમાં ઘણાં લાંબા સમયથી ગામડાઓ અન શહેરોનાં મકાનોનાં નક્શા તૈયાર કરવામાં આવી રહ્યાં હતા. જેમાં દરેક મહોલ્લો અને ગલીને એક વિશેષ કોડવર્ડ આપવામાં આવ્યો છે. એટલું નહિં દરેક ઘરને પણ એક ચોક્કસ કોડવર્ડ આપવામાં આવ્યો છે

  ડિજિટલ મેપની ખાસિયત છે કે તેમાં આતંકવાદી, સમર્થક, ન્યૂટ્રલ અથવા સેના સમર્થક તેવો માર્કિંગ પણ કરવામાં આવ્યા છે. નક્શામાં રૂમ, બહારની ઓસરી, છાપરું, ગુપ્ત રૂમ જેવા મહત્વપુર્ણ પોઇન્ટ્સને સમાવી લેવામાં આવ્યા છે. જેથી આતંકીઓ પર ત્રાટકવા દરમિયાન કોઈ પણ સ્થળે ક્યાંથી સુરક્ષિત રીતે ઘરમાં પ્રવેશ કરવો તે સુનિશ્રિત કરી શકાય.

(12:00 am IST)