Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

સરકારનો આદેશ ના માનવો કોર્ટની અવગણના સમાન ;કાયદાકીય પગલાંની વિચારણા :મનીષ સીસોદીયા

નવી દિલ્હી :દિલ્હી અને કેન્દ્ર સરકાર વચ્ચે અધિકારીઓની લડાઈ ફરી એકવાર સુપ્રીમ કોર્ટના દ્વારે જતી જોવા મળી રહી છે. દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ આજે જણાવ્યુ હતું કે, નૌકરશાહો દ્વારા પ્રદેશ સરકારના નિર્દેશનુ પાલન કરવાની ના પાડવી કોર્ટની અવગણના સમાન છે અને નેતૃત્વ વિષય પર કાયદાકીય વિકલ્પ પર વિચાર કરી રહ્યુ છે.

સુપ્રીમ કોર્ટના આદેશના એક દિવસ બાદ મનીષ સિસોદીયાએ જણાવ્યુ કે, તેમણે અધિકારીઓ અને કેન્દ્ર સરકારને નિર્ણયનુ પાલન કરવા અપીલ કરી છે, કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ પણ પોતાના બ્લોગ પર લખીને જણાવી ચુક્યા છે કે સર્વિસેઝ પર સુપ્રીમ કોર્ટે કોઈ નિર્ણય આપ્યો નથી અને આમ વિષય પણ હજી દિલ્હી સરકારના હાથની બહાર છે

(12:00 am IST)