Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

ઝારખંડમાં મિશનરી ઓફ ચેરિટી પર બાળકોને વેચવાનો લાગ્યો આરોપ :બે નનની ધરપકડ

ઝારખંડમાં ત્રણ અને ઉત્તરપ્રદેશમાં એક બાળક વેચ્યું :તપાસ શરૂ

 

ઝારખંડની રાજધાની રાંચી સ્થિત મિશનરી ઓફ ચેરિટી પર બાળકોને વેચવાનો આરોપ લાગ્યો છે મામલે બે નનની ધરપકડ કરાઈ છે ડીએસપી શ્યામાનંદ મંડલે જણાવ્યું હતું કે નનોએ ચાર બાળક વેચ્યા છે ત્રણ ઝારખંડ અને એક ઉત્તરપ્રદેશમાં બાળક વેચ્યા છે જેની તપાસ ચાલુ છે 

રાજ્યની બાળ કલ્યાણ સમિતિએ મામલે ચેરિટી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે બાલ કલ્યાણ સમિતિએ નવજાત બાળકને સમિતિમાંથી કબ્જે લઈને એક અન્ય સંસ્થામાં રાખ્યું હતું

  શ્યામાનંદ મંડલે કહ્યું કે કેટલાક બાળકોને ગેરકાનૂની વેચી નાખ્યાની વાત બહાર આવી છે બાળકોની માતાઓ પોલીસને મળ્યા છે અને તેની તપાસ ચાલુ છે

  પોલીસે સેન્ટરમાં દરોડો પાડીને 1,48 લાખ જપ્ત કર્યા છે પોલીસનું કહેવું છે કે ધરપકડ કરાયેલ અને અટકાયતમાં લેવાયેલ મહિલાકર્મીએ બાળક વેચવાની વાત સ્વીકારી છે પોલીસને આશંકા છે કે કામમાં મોટી ગેંગ સક્રિય હોઈ શકે છે આરોપ છે કે 14 દિવસમાં એક બાળકને એક દંપતીને 1,20 લાખમાં સોદો કર્યો છે

  બાલ કલ્યાણ સમિતિ અને પોલીસનું કહેવું છે કે મિશનરી ઓફ ચેરિટીની મહિલા કામર્ચરીની પૂછપરછમાં જાણકારી મળી છેકે રકમમાં 90 હજાર એક સિસ્ટરને અપાયા છે

  દરમિયાન ભાજપના સાંસદ સમીર ઉરાવ અને ભાજપના અનુસૂચિત જનજાતિ મોરચાના અધ્યક્ષ રામકુમાર પહાણે નિવેદનમાં જણાવ્યું છે કે સેવાના નામ પર ઝારખંડમાં મિશનરીઓની પોલ હવે ખુલી ગઈ છે

(12:00 am IST)