Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

હળવાં લક્ષણો ધરાવતાં દર્દીને ૨૪ કલાકમાં ડિસ્ચાર્જ કરાશે

તમામ હોસ્પિટલોને નિર્દેશોનું પાલન કરવા આદેશ : માર્ગદર્શિકા મુજબ એસિમ્પ્ટોમેટિક અને હળવા લક્ષણો ધરાવતા દર્દીઓને હોસ્પિટેલાઇઝેશનની જરૂર નહિ રહે

નવી દિલ્હી, તા. : દિલ્હીમાં કોરોનાના તમામ એસિમ્પ્ટોમેટિક અને હળ?વા લક્ષણો ધરાવતાં દર્દીઓને તેમને દાખલ થયાના માત્ર ૨૪ કલાકની અંદર ડિસ્ચાર્જ કરી દેવાના રહેશે. તે અંગે ડિસ્ટ્રિક્ટ સર્વેલન્સ અધિકારીઓએ રિર્પોટિંગ કરવાની રહેશે. તમામ હોસ્પિટલોને નિર્દેશોનું કડક પાલન કરવાનું કહેવાયું છે તેમ જણાવતાં અધિકારીઓએ ઉમેર્યું છે કે 'અમારા ધ્યાનમાં આવ્યું છે કે ઘણાં એસિમ્પ્ટોમેટિક અને હળવા લક્ષણો ધરાવતા કોરોનાના દરદીઓને હોસ્પિટલમાં દાખલ કરાયા છે.'  અંગે જારી કરાયેલા આદેશમાં જણાવાયું છે કે સરકાર અને દિલ્હી આરોગ્ય વિભાગે જારી કરેલી માર્ગરેખાઓ મુજબ એસિમ્પ્ટોમેટિક અને હળવા લક્ષણો ધરાવતા કેસોને હોસ્પિટેલાઇઝેશનની રૂ નહિ પડે.

          તેમને હોમ આઇસોલોશેનમાં રાખવાની ભલામણ કરાય છે અને જો ઘરે આવી વ્યવસ્થા હોય તો કોવિડ કેર સેન્ટરો અથવા કોવિડ હેલ્થ સેન્ટર્સમાં રાખવાની ભલામણ કરવાની હોય છે. દિલ્હી હેલ્થ સેક્રેટરી પદ્મિની સિંગલાએ આદેશ પર હસ્તાક્ષર કર્યો હતો.

(9:13 pm IST)