Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

બદનક્ષી કેસમાં પાક. કોર્ટની વડાપ્રધાન ઈમરાન ખાનને નોટિસ

પનામા પેપર્સ કેસમાં લાંચ ઓફરનો ખાનનો આક્ષેપ : ૨૦૧૭માં સુપ્રીમ કોર્ટમાં તેમનું નામ પનામા પેપર્સ કેસમાં આવતા તેમને વડાપ્રધાન પદેથી ગેરલાયક ઠેરવાયા હતા

લાહોર, તા. : પાકિસ્તાનની કોર્ટે દેશના વડાપ્રધાન ઈમરાન ખાનને બદનક્ષીના એક કેસમાં નોટિસ ફટકારી છે. પાકિસ્તાનની કોર્ટમાં તહરીકે--ઈન્સાફના અધ્યક્ષ શાહબાઝ શરીફે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન વિરુદ્ધઘ બદનક્ષીનો કેસ દાખલ કર્યો છે. વડાપ્રધાને એપ્રિલ ૨૦૧૭માં શાહબાઝ પર એક મિત્ર મારફતે લાંચ આપવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે શાહબાઝે તેમને ૬૧ મિલિયન ડોલરની લાંચ આપવાની ઓફર કરી હતી અને કહ્યું હતું કે તેમના ૭૦ વર્ષના મોટાભાઈ અને પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફનું નામ સુપ્રીમ કોર્ટમાં પનામા પેપર્સ કેસમાંથી હટાવી લેવામાં આવે. પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝના અધ્યક્ષ તેમજ પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ હાલ લંડનમાં સારવાર લઈ રહ્યા છે.

        ૨૦૧૭માં સુપ્રીમ કોર્ટમાં તેમનું નામ પનામા પેપર્સ કેસમાં આવતા તેમને વડાપ્રધાન પદેથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ૨૦૧૭માં શરીફ પરિવાર વિરુદ્ધ ૨૦૧૭માં ભ્રષ્ટાચારના સંખ્યાબંધ કેસો થયા છે જેમાં અવેનફિલ્ડ પ્રોપર્ટીઝ, ફ્લેગશિપ ઈન્વેસ્ટમેન્ટ અને અલ-અઝિઝીયા સ્ટીલ મિલ્સના ત્રણ કેસોનો સમાવેશ થાય છે. ઈમરાન ખાને શાહબાઝ વતી લાંચની ઓફર કરનાર શખ્સનું નામ જણાવ્યું નહતું. કોર્ટમાં સુનાવણી દરમિયાન શાહબાઝના વકીલે દલીલ કરતા જણાવ્યું કે, કેસમાં હાથ ધરાયેલી ૬૦ સુનાવણી પૈકી ઈમરાન ખાનના વકીલે ૩૩ વખત સ્થગિત રાખવા પ્રસ્તાવ કર્યો છે. છેલ્લી સુનાવણી વખતે કોર્ટે જણાવ્યું હતું કે, કોરોનાને પગલે પીએમના વકીલ સલાહકાર બાબર અવાન ઈસ્લામાબાદથી લાહોર આવી શક્ય નહતા અને સુનાવણી ૨૨ જૂન પર ટળી હતી. જાહેરમાં છબિ ખરડવા બદલ શાહબાઝે પોતાને વળતર પેટે ૬૧ મિલિયન ડોલર આપવાની અરજીમાં માગ કરતા નોટિસ ફટકારવા વિનંતી કરી હતી.

         દલીલો બાદ એડિશનલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ સોહેલ અંજૂમે પીએમ ઈમરાન ખાનને ૧૦ જૂન સુધીમાં લેખિત જવાબ રજૂ કરવા નોટિસ ફટકારી હતી. કોર્ટની નોટિસ બાદ પીએમએલ-એનના પ્રવક્તા મરિયમ ઔરનઝેબે જણાવ્યું હતું કે, જો ૧૦ જૂને પીએમ બદનક્ષીના કેસમાં કોર્ટને જવાબ આપવામાં નિષ્ફળ જશે તો બંધારણના અનુચ્છેદ ૬૨, ૬૩ માટે લાયક નહીં ગણાય. બદલ તેઓ સત્તાવાર જૂઠ્ઠા પુરવાર થશે અને આવી વ્યક્તિને નૈતિક રીતે સંસદના સભ્ય અને વડાપ્રધાન પદે પર રહેવાનો અધિકાર નથી રહેતોપાકિસ્તાન સરકાર ૧૨ જૂનના બજેટ રજૂ કરશે. દેશની કથળેલી આર્થિક સ્થિતિ વચ્ચે સરકાર આર્થિક વૃદ્ધિને વેગ આપવા પ્રયાસ કરી રહી છે.

(7:38 pm IST)