Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં વાદળ ફાટ્યું:અનેક ઘર અને વાહનોને નુકશાન

પૂરના કારણે અનેક મકાનોને ભારે નુકશાન પહોંચ્યું

જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં વાદળ ફાટ્યું હતું. ભારે વરસાદ અને પૂરના કારણે કેટલાક મકાનો અને લોકોના વાહનો પૂરમાં તણાઈ ગયા હતા. અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર વાદળ ફાટવાથી ડિંગલા વિસ્તારના ઉપરી વિસ્તારમાં માઠી અસર થઈ હતી. જ્યાર બાદ આવેલા પૂરના કારણે અનેક મકાનોને ભારે નુકશાન પહોંચ્યું છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર ઉપરી ડિંગલાના મુખ્ય રસ્તા પરથી બે મોટરસાયકલ અને એક કાર વહી ગઈ છે. જોકે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થવાની કોઈ ખબર નથી મળી. લોકોને સુરક્ષિત સ્થળો પર પહોંચાડવા માટે રાહતકર્મીઓ ખડેપગે છે.

 
(7:30 pm IST)