Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

ચીન વિરુદ્ધ 8 દેશોનું સંગઠન : વ્યાપાર ,સુરક્ષા ,અને માનવ અધિકાર માટે ચીનને ખતરનાક દેશ ગણાવ્યો : અમને કોઈ કચડી નહીં શકે : ચીનનો હુંકાર

વોશિંગટન/બેજિંગઃ : કોરોના વાઇરસના ફેલાવા માટે ચીનને જવાબદાર ગણી રહેલા 8 દેશોએ સંગઠન બનાવ્યું છે.જેઓની દ્રષ્ટિએ વ્યાપાર ,સુરક્ષા ,તથા માનવ અધિકાર માટે ચીન ખતરનાક દેશ છે.તેથી તેનો બહિષ્કાર કરવો જોઈએ.
આ 8 દેશોમાં અમેરિકા ,ઓસ્ટ્રેલિયા ,જર્મની ,બ્રિટન ,જાપાન,કેનેડા ,સ્વીડન ,નોર્વે નો સમાવેશ થાય છે.
ભારતની બોર્ડર ઉપર પણ ચીને સૈન્ય ખડકી દૂધુ છે.જે તમામ બાબતોને ધ્યાને લઇ બહિષ્કાર કરવાની તૈયારી થઇ રહી છે.જોકે ચીને પણ સામો હુંકાર કરતા જણાવ્યું છે કે હવે ચીન 19 મી સદીનું નથી પરંતુ 20 મી સદીનું છે.અમને કોઈ કચડી નહીં શકે

(7:25 pm IST)