Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

ચીન વિરૂદ્ધની એડ બદલ અમૂલનું એકાઉન્ટ બ્લોક

ચીન વિરોધી જાહેરાત સામે ટ્વિટરને વાંધો : અમૂલનું ટ્વિટર અકાઉન્ટ બ્લોક થતાં જ ટ્વિટર યૂઝર્સની વચ્ચે આ એક મોટો મુદ્દો બની ગયો હતો

આણંદ, તા. : શુક્રવારે અમૂલના ટ્વિટર અકાઉન્ટને માઈક્રો-બ્લોગિંગ વેબસાઈટ ટ્વિટરે બ્લોક કરી દીધું છે. જો કે, થોડા સમય પછી ટ્વિટરે ફરીથી અકાઉન્ટને અનબ્લોક કરી દીધું છે. અમૂલ સતત પોતાની એડમાં ચીન વિરુદ્ધ કેમ્પેઈન ચલાવી રહ્યું હતું. દેશમાં ડેરી પ્રોડક્ટની સૌથી મોટી કંપની અમૂલનું ટ્વિટર અકાઉન્ટ એક મેસેજની સાથે જોવા મળી રહ્યું હતું. દેશની સૌથી મોટી ફૂડ બ્રાન્ડ અમૂલની માર્કેટિંગ ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન  દ્વારા કરવામાં આવે છે. કોઈપણ પ્રકારની માહિતી વગર અમૂલના ટ્વિટર અકાઉન્ટ પર કોશન અલર્ટ (ચેતવણી) દેખાતા GCMMFને પણ ઘણું આશ્ચર્ય થયું. અમૂલનું ટ્વિટર અકાઉન્ટ બ્લોક થતાં ટ્વિટર યૂઝર્સની વચ્ચે એક મોટો મુદ્દો બની ગયો હતો. યૂઝર્સે અકાઉન્ટ બ્લોકને અમૂલના લેટેસ્ટ ક્રિએટિવ કેમ્પેઈન ‘Exit the Dragon?’ સાથે જોડ્યું હતું. કેમ્પેઈન અમૂલે ચીની પ્રોડ્ક્ટ્સનો બહિષ્કારના સપોર્ટ કરવા માટે ચલાવ્યું હતું.

          જણાવી દઈએ કે, લેટેસ્ટ અમૂલ ટોપિકલમાં રેડ અને વાઈટ ડ્રેસ પહેરેલી આઈકોનિક અમૂલ ગર્લને પોતાના દેશને એક ડ્રેગન સાથે લડીને બચાવતી બતાવવામાં આવ્યુ. તેના પાછળ ચીની વિડીયો-શેયરિંગ મોબાઈલ એપ્લિકેશન TikTokનો લોગો પણ જોઈ શકાય છે. તે સિવાય એડમાં મોટા મોટા અક્ષરોમાં લખેલું છે કે અમૂલ ‘Made In India’ બ્રાન્ડ છે અને તેનું કોફ્સ પીએમ નરેન્દ્ર મોદીના 'આત્મનિર્ભર' અભિયાન પર છે. ટ્વિટર પર અમૂલનું અકાઉન્ટ ખોલતા મેસેજ જોવા મળ્યો, (સાવધાન : અકાઉન્ટ અસ્થાઈ રૂપે બ્લોક છે). તમે મેસેજ એટલા માટે જોઈ રહ્યા છો કારણ કે અકાઉન્ટમાંથી અસામાન્ય એક્ટિવિટી કરવામાં આવી છે. શું તમે હજુ પણ એકાઉન્ટ જોવા માંગો છો.

          અત્યાર સુધી ટ્વિટર તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી કે આખરે અમૂલના ટ્વિટર અકાઉન્ટ કેમ બ્લોક કરવામાં આવ્યું છે. GCMMFના મેનેજિંગ ડાયરેક્ટર આર. એસ. સોઢીએ જણાવ્યું કે, અમે ટ્વિટરને પુછ્યું છે કે આખરે રીતે બ્લોક કરવા પહેલા અમને જાણકારી કેમ આપવામાં આવી નથી. તેમને પહેલા અમને માહિતી આપવી જોઈતી હતી. અત્યારે ટ્વિટર દ્વારા આખી કાર્યવાહી પર પ્રતિક્રિયાની રાહ જોેવાઈ રહી છે.

(7:50 pm IST)