Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

કોરોનાની રસી બનાવવાની સાવ નજીક પહોંચ્યા વૈજ્ઞાનિકોઃ ઉત્પાદન પણ શરૂ કર્યુ

લંડન તા. ૬:  કોરોના વાયરસ સામે લડી રહેલ દુનિયા માટે રાહતના સમાચાર છે. ઓકસફોર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો રસી બનાવવાની સાવ નજીક પહોંચી ગયા છે. બ્રિટીશ સવીડિશ ફાર્મા કંપની એસ્ટાજેનેકાનો દાવો છે કે રસીના પરિણામ એટલા ઉત્સાહજનક છે કે તેમણે ઉત્પાદન પણ શરૂ કરી દીધુ છે. પૂણેમાં પણ એક અબજ લોકો માટે રસી બનાવવામા આવશે, જે ગરીબ દેશોમાં મોકલવામાં આવશે.

કંપનીના સીઇઓ પાસ્કલ સોરિયોટે ગઇકાલે  કહ્યુ કે આશા છે કે રસીના અંતિમ પરિણામો  પણ સારા આવશે. એટલે  અમે વધારેમાં વધારે રસી બનાવી  રહ્યા છે. જેથી અંતિમ પરીક્ષણ પછી જેમ બને તેમ જલ્દી તેને લોકો સુધી પહોંચાડી શકાય. લગભગ, ઓગષ્ટ સુધીમાં રસીના બધા પરિણામો પુરા થઇ જશે એટલે સપ્ટેમ્બરમાં આપણી પાસે પુરતી રસી હોવી જોઇએ.

પાસ્કલ સોરિયેટે કહ્યુ કે રસીના સપ્લાય માટે તે જલ્દી પુણેની સરેમ ઈન્સ્ટિીટ્યુટ સાથે કરાર કરવાના છે. બંને કંપનીઓ મળીને એક અબજ કોરોના રસી ભારત સહિત ઓછી આવકવાળા  દેશોમાં પહોંચાડશે. એસ્ટ્રાજેનેકા  અ ન્ય બે કંપનીઓ  સાથે પણ કરાર કરવા જઇ રહી છે. જેથી વધારાની ૩૦ કરોડ રસીનું વિતરણ  કરી શકાય.

દુનિયામાં ૧૦૦ થી વધુ સંસ્થાઓ કોરોના રસી બનાવવાના પ્રયત્નોમાં લાગેલી છે પણ ઓકસફોર્ડ યુનિવર્સિટી સૌથી આગળ છે. તેના વૈજ્ઞાનિકોએ પહેલા તબક્કામાં એપ્રિલમાં ૧૦૦ લોકો પર પરિક્ષણ  કર્યુ હતું. જે સફળ રહ્યુ હતું. હવે ૧૦૦૦૦ વ્યકિતઓ પર  બીજા અને ત્રીજા તબક્કાનું પરીક્ષણ શરૂ કરાયુ છે. બ્રાઝીલ સહિત ઘણાં દેશોમાં આ પરિક્ષણ કરવામાં આવશે.

(3:29 pm IST)