Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

મુંબઇમાં કોરોનાનો સતત વધતો ગ્રાફ હોસ્પિટલમાં બેડ ઓછા પડવાની શકયતા

દરરોજ ૧ હજારથી વધુ સંક્રમીતો નોંધાતા : આઇસીયુના ૯૮ ટકા અને અન્ય ૯૪ ટકા બેડમાં ૨૫ હજાર દર્દીઓથી વધુ દર્દીઓ સારવારમાં

નવી દિલ્હીઃ દેશમાં કોરોના કેસની સંખ્યા દરરોજ વધી રહી છે. અઠવાડીયાથી દરરોજ નવા રેકોર્ડ કેસ આવે છે. મહારાષ્ટ્રમાં ૮૦ હજારથી વધુ દિલ્હી ૨૫ હજારથી વધુ કેસ સાથે દેશમાં ત્રીજા સ્થાને પહોંચ્યુ છે. તેવામાં હોસ્પિટલોમાં બેડ ઓછા પડે તેવી સંભાવના છે. મુંબઇમાં ૪૪ હજારથી વધુ સંક્રમીતો નોંધાઇ ચુકયા છે.

કોરોનાના નવા દર્દીઓ માટે ઇલાજની જગ્યા ઓછી પડતી નજરે આવે છે. મુંબઇમાં દરરોજ એક હજારથી વધુ કેસ આવી રહયા છે. સૌથી પ્રભાવીત રાજય મહારાષ્ટ્રના મુંબઇની હાલત સૌથી વધુ ખરાબ છે. મુંબઇમાં અત્યાર સુધીમાં ૪૪,૭૦૪ લોકો પોઝીટીવ છે. દરરોજ ઝડપથી કેસ વધી રહયા છે.

મુંબઇની હોસ્પિટલોમાં ૯૦૯૨ બેડની વ્યવસ્થા છે. જેમાંથી ૯૪ ટકા એટલે કે ૮૫૭૦ બેડમાં દર્દીઓ દાખલ છે. તેવી જ રીતે આઇસીયુમાં પણ ૯૮ ટકા બેડ  ભરાયેલા છે.

(3:29 pm IST)