Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

૧-૨ દિવસમાં મહારાષ્ટ્ર ચીનને પાછળ રાખી દેશે

મહારાષ્ટ્રમાં ૮૦ હજારથી વધુ કોરોના સંક્રમિત

નવી દિલ્હી તા. ૬ : દેશમાં કોરોનાના કેસોની સંખ્યા ૨,૩૭,૩૧૪ થઇ છે અને ૧,૧૩,૨૮૫ સ્વસ્થ થયા છે તેમજ ૬૬૫૦ના મોત થયા છે. ૮૦ હજાર કેસોથી વધુ લોકો કોરોના સંક્રમિત છે. મહારાષ્ટ્રમાં પ્રતિદિન રોજ અંદાજે ૨૫૦૦ કેસ વધી રહ્યા છે. આ ગતિથી મહારાષ્ટ્ર આવતા ૧-૨ દિવસમાં ચીનને પાછળ છોડી દેશે. ચીનમાં અંદાજે ૮૩ હજાર કેસ છે. મહારાષ્ટ્ર બાદ સૌથી વધુ કેસ તામિલનાડુ, ગુજરાત અને દિલ્હીમાં છે.

મહારાષ્ટ્રમાં કોરોના દર્દીઓની સંખ્યા ૮૦,૨૨૯ સુધી પહોંચી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૨૮૪૯ લોકોના મોત થયા છે. તામિલનાડુમાં પણ કેસની સંખ્યા ૨૮ હજારને પાર થઇ છે. દિલ્હીમાં ૨૬,૩૩૪ કેસ તેમજ ગુજરાતમાં ૧૯,૦૯૪ કેસ થયા છે. રાજસ્થાનમાં ૧૦,૦૮૪ કોરોના સંક્રમિત છે. મધ્યપ્રદેશમાં કુલ કેસની સંખ્યા ૮૯૯૬ છે અને યુપીમાં કોરોનાની કુલ સંખ્યા ૯૭૩૩ સુધી પહોંચી છે.

(7:37 pm IST)