Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

માસ્ક પહેરવા અંગે WHO તરફથી નવી ગાઇડલાઇન જાહેર કરાઇ

ભીડભાડવાળી જગ્યાઓ પર તુરંત જ માસ્ક પહેરવું હિતાવહ

જીનિવા, તા. ૬ : વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન  (ડબ્લ્યુએચઓ)એ હવે માસ્ક પહેરવા અંગે  નવી ગાઈડલાઈન જાહેર કરી છે. આ નવી  ગાઇડલાઇનમાં એ કહેવામાં આવ્યું છે કે  લોકોએ કઈ જગ્યા પર માસ્ક પહેરવાનું  જરૂરી છે અને જો ઘરે માસ્ક બનાવો છો  તો તેમાં કેવા પ્રકારનું કાપડ જરૂરી છે.  આ સાથે જ ડબ્લ્યુએઅઓએ સોશિયલ  ડિસ્ટન્સિંગ જેવા અન્ય નિયમોના કડક  પાલન પર પણ ભાર આપ્યો છે. 

ઉલ્લેખનીય છે કે આ અગાઉ  WHO ની આકરી ટીકા માસ્ક  ન પહેરવા માટે પણ થઇ ચૂકી છે.    ડબલ્યુએચઓ દ્વારા પહેલાં માસ્ક પહેરવા  પર એટલો ભાર મૂકવામાં નહોતો આવ્યો,  જેના કારણે કોરોના દુનિયાભરના દેશોમાં  બહુ ઝડપથી ફેલાયો હતો તેવો ગંભીર  આરોપ મૂકવામાં આવી રહ્યો છે ત્યારે હવે  વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આ મામલે નવી  ગાઈડલાઈન બહાર પાડી છે. 

ડબ્લ્યુએચઓએ કહ્યું કે નવી શોધ અને  મહામારી અંગેની નવી જાણકારી મળ્યા    બાદ તેમણે આ ગાઈડલાઈન બનાવી  છે. ફેસ માસ્કને બજારમાંથી પણ ખરીદી  શકાય છે અને દ્યરે પણ બનાવી શકાય  છે પણ તેમાં આ ત્રણ કપડાંનાં ત્રણ  લેયર હોવાં જરૂરી છે. સૂતરનું અસ્તર,  પોલિયેસ્ટરની બહારનું લેયર અને વચ્ચે  પોલિપ્રોપોલીનથી બનેલ ફિલ્ટર જેવું  લેયર, તેની સંરચના મોં અતે નાકને  બરાબર ઢાંકે તેવી હોવી ખૂબ જરૂરી છે.  વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તરફથી  કહેવામાં આવ્યું છે કે દેશોએ પોતાના  ત્યાં ભીડભાડવાળી જગ્યાઓ પર માસ્ક  પહેરવાનું ફરજિયાત કરવું જ જોઇએ.  આવી જગ્યાઓ. પર માસ્ક પહેરવા લોકોને  પ્રોત્સાહિત પણ કરવા જોઈએ. આ સાથે જ  એવી જગ્યા કે જયાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન  વધુ છે, જેમ કે રેલવે, બસ-આવી જગ્યાએ  પણ માસ્ક પહેરવાનું જરૂરી છે. જયાં  લોકોની ગીચતા વધુ હોય ત્યાં ચહેરા પર  તરત માસ્ક લગાવવાનું હિતાવહ છે.

(3:25 pm IST)