Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

૨૫ કરોડમાં આખી કોંગ્રેસ તો દૂર ૨૫ લાખ કરોડમાં વિક્રમ માડમની ટચલી આંગળીનું ટેરવું પણ નહિં ખરીદી શકાય : વિક્રમભાઈ લાલઘૂમ

ગઈકાલે મુખ્યમંત્રી વિજયભાઈએ ૨૫ કરોડમાં આખી કોંગ્રેસ ખરીદી શકાય તેવા ટોણાનો સણસણતો જવાબ : સરકારે કોરોનાની મહામારીમાં લોકોના આરોગ્ય, શિક્ષણ અને ખેડૂતોના હિતની ચિંતા કરવી જોઈએ નહિં કે ધારાસભ્યોની ખરીદી : ખંભાળીયાના ધારાસભ્ય વિક્રમભાઈ માડમની તડાપીટ

રાજકોટ, તા. ૬ : ખંભાળીયાના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ બપોરે ૧૨ કલાકે નીલ સીટી ધારાસભ્યના કેમ્પ ખાતે આવી પહોંચ્યા હતા. ત્યાં તેઓએ ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા અને ભાજપના ધારાસભ્યો ખરીદી નીતિને વખોડી કાઢી હતી.

ખંભાળીયાના ધારાસભ્ય વિક્રમભાઈ માડમે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે ગઈકાલે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ૨૫ કરોડમાં આખી કોંગ્રેસ ખરીદાય જાય તેવો ટોણો માર્યો હતો. તેની સામે વિક્રમભાઈ માડમે રોષપૂર્વક જણાવ્યુ હતું કે ૨૫ કરોડ તો શું ? ૨૫ લાખ કરોડમાં પ્રજાથી ચૂંટાયેલા વિક્રમભાઈ માડમની ટચલી આંગળીનું ટેરવુ પણ ન ખરીદી શકાય.

વિક્રમભાઈ માડમે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ હતંુ કે કોરોનાની મહામારીમાં લોકોના પ્રશ્નો શિક્ષણ, ખેડૂતોના પ્રશ્ને આરોગ્યના પ્રશ્ને સરકારે કામ કરવાના બદલે આખી સરકાર અને ભાજપ ધારાસભ્યોની ખરીદી કરે છે. જે દુઃખદ બાબત છે. ભાજપે હાલ ખેડૂતોની ઉપજનું વેચાણ પૂરતો ભાવ તેમજ કમોસમી વરસાદને કારણે થયેલા નુકશાનની ચિંતા કરવી જોઈએ. ધારાસભ્યોને ખરીદવાનું બંધ કરવુ જોઈએ. પક્ષપલ્ટુ કરનારા વ્યકિતઓને પ્રજા કદી માફ નહિં કરે.

(3:22 pm IST)