Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

બે દિવસથી ભૂખી બાળકીને દૂધ પાવા પોલીસે ટ્રેન પાછળ દોટ મૂકી

ભોપાલ,તા.૬:ભોપાલમાં ચાલતી ટ્રેનના એક કોચમાં બે દિવસથી ભૂખી બાળકીને દૂધ પિવડાવનારા આરપીએફ ઇન્દર યાદવની તુલના ઉસૈન બોલ્ટ સાથે કરી રેલવેપ્રધાન પીયૂષ ગોયલે તેની સરાહના કરીને છે. કર્ણાટકથી ગોરખપુર જતી ટ્રેનમાં પ્રવાસ કરી રહેલી સોફિયા હાશમી નામની મહિલા સાથે ત્રણ મહિનાની નાની બાળકી હતી. પ્રવાસમાં બે દિવસથી તેને દૂધ મળ્યું નહોતું. સોફિયાએ ભોપાલ સ્ટેશન પર રેલવે-પોલીસની દૂધ માટે મદદ માગી હતી.આરપીએફના પોલીસ ઇન્દરે બહારથી દૂધ લઈ આવીને સોફિયાને પહોંચાડવાની કોશિશ કરી, પણ ત્યાં સુધીમાં ટ્રેન ચાલુ થઈ જતાં એક હાથમાં રાઇફલ અને એક હાથમાં દૂધનું પેકેટ પકડીને દોડીને ઇન્દરે સોફિયાને દૂધ પહોંચાડ્યું હતું અને એ આખી ઘટના રેલવેના સીસીટીવી કેમેરામાં ઝિલાઈ ગઈ હતી. રેલવેપ્રધાન પીયૂષ ગોયલે આ ઘટનાનો વિડિયો ટ્વીટ કરતાં કેપ્શન આપી છે, 'એક હાથમાં રાઇફલ અને એક હાથમાં દૂધનું પેકેટ લઈને દોડતા આરપીએફના પોલીસ-કર્મચારીએ ઉસૈન બોલ્ટને પણ પાછળ છોડ્યો છે. આ કિલપની સોશ્યલ મીડિયા પર પણ ખૂબ પ્રશંસા કરવામાં આવી છે. રેલવેપ્રધાને આ પોલીસ-કર્મચારીને રોકડ ઇનામ આપવાની જાહેરાત કરી છે.વાસ્તવમાં શ્રમિક સ્પેશ્યલ ટ્રેન ૮થી ૧૦ કલાક મોડી પડી હોવાથી એમાં પ્રવાસ કરી રહેલા મુસાફરોને ખાણી-પીણીની તકલીફ પડી હતી, જે માટે રેલવે-પોલીસ મદદે આવી હતી.

(2:43 pm IST)