Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

કોવિદ સામે લડવામાં આયુષ્માન ભારત યોજના બની શકે છે મહત્વપુર્ણઃ વિશ્વ આરોગ્ય સંસ્થા

નવી દિલ્હી તા. ૬: વિશ્વ આરોગ્ય સંસ્થા (હુ) એ આયુષ્માન ભારત યોજનાના વખાણ કરતા કહ્યું છે કે તેના ક્રિયાન્વયનમાં ઝડપ લાવીને ભારત કોરોના સામે સારી રીતે લડી શકે છે. હુ ના મેનેજીંગ ડાયરેકટર લેદ્રોસ ગ્રેબીયેસએ કોરોના પર નિયમીત પ્રેસ કોન્ફરન્સમાં ગઇ કાલે કહ્યું કે કોવિદ ચોકકસપણે અત્યંત દુભાર્શ્રગ્ય પુર્ણ છે અને ઘણા દેશો સામે ગંભીર પડકાર છે પણ આપણે તેમાંથી તકો પણ શોધવી પડશે. ભારત માટે તે આયુષ્માન ભારતને ગતિ આપવાની તક સાબિત થઇ શકે છે ખાસ કરીને પ્રાથમિક આરોગ્ય સુવિધાઓ પર ધ્યાન આપવા બાબત.

તેદ્રોસે કહ્યું કે પ્રાથમિક આરોગ્ય સુવિધાઓ અને જન ભાગીદારી દ્વારા આપણે આ મહામારીની લહેરને બીજી દિશામાં વાળી શકીએ છીએ. ભારતે જે યોજના શરૂ કરી છે તેનો ભરપૂર ઉપયોગ કરવાથી તેનો લાભ લઇ શકે છે. તેમણે કહ્યું કે ડબલ્યુ઼ એચ.ઓ. આયુષ્માન ભારતના વખાણ કરતું રહ્યું છે. આ મહામારી સામે લડવા માટે તેનો પુરો ઉપયોગ કરવો જોઇએ.

(2:43 pm IST)