Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

કોરોના વાયરસે નિર્માતા અનિલ સૂરીનો જીવ લીધો

મુંબઈઃ હાલમાં જ સંગીતકાર વાજિદ ખાન બાદ બોલીવૂડમાં વધુ એક ફિલ્મી હસ્તિનું કોરોના વાયરસના કારણે મોત થયું છે. ૧૯૭૮માં રિલીઝ થયેલી રાજકુમાર, રેખા, જીતેંદ્ર,માલા સિન્હા, અજીત સ્ટારર અને ૧૯૮૪માં આવેલી ધર્મેંદ્ર, રાજ કુમાર, હેમા માલિની, સુનીલ દત્ત, કમલ હાસનની મુખ્ય ભૂમિકાઓ વાળી ફિલ્મ રાજ તિલક બનાવનાર પ્રોડ્યૂસર અનિલ સૂરીનું કોરોના વાયરસના સંક્રમણથી મુંબઈમાં નિધન થયું છે. તેઓ ૭૭ વર્ષના હતા.

 અનિલ સૂરીના ભાઈ રાજીવ સૂરીએ જણાવ્યું કે ૨ જૂનના તાવ આવ્યા બાદ બીજા જ દિવસે તેમની તબિયત વધારે પડતી બગડી ગઈ હતી અને થોડીવાર બાદ તેમને વેન્ટિલેટર રાખવામાં આવ્યા હતા. સાંજે ૭ વાગ્યાની આસપાસ કોવિડ-૧૯ અને હાર્ટ અટેકના કારણે તેમનું નિધન થયું હતું.

 અનિલ સૂરીને દાખલ નહી કરવાના રાજીવ સૂરીના આરોપોને લઈને લીલાવતી અને હિંદૂજા બંને હોસ્પિટલોનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી, પરંતુ મોડી રાત સુધીમાં બંને હોસ્પિટલમાંથી કોઈ જવાબ નથી મળ્યો.

ઉલ્લેખનીય છે કે કર્મયોગી અને રાજ તિલક જેવી ફિલ્મોનું નિર્માણ કરવા સિવાય અનિલ સૂરીએ ૮૦ના દશકમાં રાજેશ ખન્ના,ફરહા, જીતેંદ્ર અને સદાશિવને લઈને બેગુનાહ નામની ફિલ્મનું નિર્માણ કર્યું હતું, જેનું નિર્દેશન કર્મયોગીને નિર્દેશિત કરનારા રામ મહેશ્વરીએ કર્યું હતું.પરંતુ આ ફિલ્મ પૂરી થયા છતા કયારેય રિલીઝ ન થઈ.

(12:57 pm IST)